પૂર્વ સૈનિકોને મનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી સાથે આગેવાનોની બેઠક શરૂ
આંદોલનોને શાંત પાડવા માટે રાજ્ય સરકારના મંત્રીઓની ટીમ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ પૂર્વ સૈનિકોના આંદોલનના અગ્રણીઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાટાઘાટો માટે બોલાવતા 5 આગેવાનો ગયા છે.
આ માટે પૂર્વ સૈનિકાના આગેવાન હિતેન્દ્ર નિમાવત સહિત વધુ 5 લોકો મળવા ગયા છે. ગુજરાત માજી સૈનિક સંગઠન અને રાજ્યસરકાર વચ્ચે વતાઘટો શરૂ થઈ છે. હકારાત્મક નિર્ણય આવે તે માટે બંને પક્ષે ચર્ચા ચાલુ છે. જેનો સુખદ અંત લાવવા માટે સરકાર મોર્ચે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ તરફ માજી સૈનિકો સાથે ગુજરાત પોલીસના શહીદવીર જવોનોને પણ ન્યાય મળી રહે તે માટે આંદોલનમાં જોડાયા છે. જેઓ પણ સરકાર સામે વિરોધ પ્રદર્શ કરી રહ્યા છે.
આ પણ વાંચો : સરકારી કર્મચારીઓની માંગણી શું હતી અને મળ્યું શું ?
જયારે બીજી તરફ આજે નિવૃત આર્મી જવાનોએ સચિવાલયમાં ઘૂસવાનું એલાન કર્યું હતું. જેને પગલે રેપીડ એક્શન ફોર્સ સ્ટેન્ડ બાય પર રાખી દેવામાં આવી છે. એક બાજુ નિવૃત આર્મી જવાન બીજી બાજુ રેપીડ એક્શન ફોર્સ. જો કે નિવૃત આર્મી જવાનોને સમજાવીને થોડા પાછા મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાજ્ય સરકારનો માજી સૈનિકોની માગણીને લઈ મહત્વનો નિર્ણય, ત્રણ સહાયની કરી જાહેરાત