ભાજપની 32 બેઠકો પર વિવાદ, નેતાઓને મનાવવા કેન્દ્રીય પ્રધાનો અને પૂર્વ પ્રધાનોને સોંપાઈ જવાબદારી
વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. તેમાંય હવે પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આવતી કાલે અંતીમ તારીખ છે. જેંમાં ભાજપ દ્વારા 166 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. જો કે નામ જાહેર થતા જ ભાજપની 32 બેઠકોને લઈને વિવાદ સર્જાયો છે. નેતામાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે નારાજ નેતાઓને મનાવવા અને ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
- મધ્ય ગુજરાતની 10 બેઠક પર ભાજપમાં વિરોધ
» નરોડા
» અમરાઈવાડી
» વિરમગામ
» શહેરા
» નાંદોદ
» માતર
» વાઘોડિયા
» માંજલપુર
» પાદરા
» કરજણ
- સૌરાષ્ટ્રની 7 બેઠક પર ભાજપમાં વિરોધ
» વાંકાનેર
» બોટાદ
» મહુવા
» કાલાવડ
» તાલાળા
» કોડીનાર
» જામનગર ઉત્તર
- ઉત્તર ગુજરાતની 7 બેઠક પર ભાજપમાં વિરોધ
» મહેસાણા
» હિંમતનગર
» ધાનેરા
» વિજાપુર
» બેચરાજી
» ડીસા
» બાયડ
- દક્ષિણ ગુજરાતની 7 બેઠક પર ભાજપમાં વિરોધ
» લિંબાયત
» કામરેજ
» ચોર્યાસી
» ઓલપાડ
» વરાછા
» ઉધના
» સુરત પૂર્વ
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે
નારાજ નેતાઓને મનાવવાની કામગીરી સોંપાઈ
ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા તે બાદથી જ ભાજપ બળાપો શરુ થઈ ગયો છે. નારાજ નેતાઓ પક્ષ પલટા કરવાની તો અપક્ષથી લડવાની ચિમકી ઉચ્ચારી રહ્યા છે. તેવામાં ભાજપના નેતાઓ ભાજપ છોડી અન્ય પક્ષ ઉભો કરે કે અન્ય પાર્ટી માંથી ઉમેદવારી કરે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. ત્યારે ભાજપની 32 બેઠક પર વિવાદ થાળે પાડવા નેતાઓને જવાબદારી સોંપાઈ છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાને જવાબદારી સોંપાઈ છે. તો અમદાવાદમાં પ્રદીપસિંહ વાઘેલાને જવાબદારી સોંપાઈ છે. મધ્ય ગુજરાતમાં હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સી.આર. પાટીલને જવાબદારી સોંપાઈ છે અને સૌરાષ્ટ્રમાં મનસુખ માંડવિયા અને વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી છે.