ગુજરાતટ્રેન્ડિંગ

સુરત: વસવારીમાં LCBએ પાડ્યો દરોડો, જુગાર રમતા 13 શકુનીને ઝડપી પાડયા

Text To Speech
  • પોલીસે 23.57 લાખનો મુદામાલ કર્યો જપ્ત

સુરત, 14 સપ્ટેમ્બર, જુગારીઓ અવનવા નુસખા જુગાર રમવા શોધતા રહે છે. જેથી પોલીસની નજરોથી બચી શકાય ત્યારે પોલીસે પણ જુગારીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઓલપાડ તાલુકાના વસવારી ગામની હદમાં આવેલા રજવાડી ગ્રુપ ફાઉસમાં ચાલતા જુગારધામ પર સુરત જિલ્લા LCB પોલીસે દરોડો પાડયો હતો. જ્યાંથી પોલીસે 13 લોકોને ઝડપી પાડયા હતા અને 23.57 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

8 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા

શાસ્ત્રમાં જુગારને પણ એક વ્યસન તરીકે ગણવામાં આવ્યું છે.  જુગાર રમવાની પોતાની લતને સંતોષવા માટે ગેરકાયદે જુગાર રમવાવાળા લોકોનો આપણે ત્યાં જોટો જડે તેમ નથી. આવા જ કેટલાક જુગાર રમત શકુનીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. ઓલપાડ તાલુકાના વસવારી ગામમાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા હતા. પોલીસને બાતમી મળતા દરોડો પાડયો હતો. જેમાંથી 13 લોકોને ઝડપી પાડયા હતા ત્યારે બાકીના 8 નાસી છૂટયા હતા.

જાણો સમગ્ર મામલો

ઓલપાડ તાલુકાના વસવારી ગામની સીમમાં આવેલા રજવાદી ફાર્મ ડાઉસના રૂમમાં આરીફ મોહમ્મદ સાજીદ અબ્દુલ રઝાક રજવાડી ગ્રુપ ફાર્મ હાઉસ ભાડેથી રાખી બહારથી માણસો બોલાવી જુગાર રમી-રમાડી રહ્યો હોવાની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસ બારમી વાળી જગ્યાએ દરોડો પાડયો હતો. પોલીસ 21 જેટલા લોકોને ઉગાર રમત જોયા હતા. ત્યારબાદ પોલીસે અહીંથી 13 લોકોને ઝડપી પાડયા હતા. જ્યારે 8 ઈસમો અંધારાનો લાભ લઈને નાસી છુટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસે ઝડપાયેલા 13 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે 1.10 લાખની રોકડ રકમ 1,12,500 રૂપિયાની કિમંતના 12 મોબાઈલ ફોન તેમજ 21.35 લાખની કિમંતના 14 નંગ વાહનો મળી કુલ 23,57,500 રૂપિયાની કિમંતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો…2 વાગ્યા સુધીમાં ન્યાય કે આત્મહત્યા?, ટાવર પર ચઢીને ખેડૂતે આપી ચીમકી

Back to top button