અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

દાગીના ખરીદવાના બહાને નજર ચૂંકવી ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, બે આરોપીઓને LCBએ ઝડપી પાડ્યા

Text To Speech

અમદાવાદમાં સોનીની દુકાનમાં ખરીદીના બહાને જઈ દુકાનદારની નજર ચૂકવીને સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. થોડા દિવસ પહેલા સોલા ચાણક્યપુરી શાક માકેટ ખાતે આવેલ એક સોનીની દુકાનમાં બે મહિલાઓ અને બે પુરુષ દાગીનાની ખરીદીના બહાને ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જેમાંથી બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

જાણો કેવી રીતે ઝડપાયા આરોપી

અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાાં બનતા મિલકત સબંધિત ગુનાઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નરના આદેશથી અમદાવાદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પ્રેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCBના અધિકારીઓએ બાતમીના આધારે સોલા ચાણક્યપુરીમાં આવેલ સોનીની દુકાનમાંથી દાગીનાની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.   ચોરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમા આ ટોળકી દાગીના ખરીદવાના બહાને જ્વેરીની નજર ચૂકવીને ચોરી કરતી સ્પષ્ટ દેખાઈ રહી છે.

 

આરોપીઓના નામ

આ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીઓમાં (1) અનીલ ઉફે ભુંડીઓ ઉ.વ.20 ધંધો નોકરી રહે.જીવીબેનના મકાનમા રબારી વાસ, રાણીપ બકરા માંડી, રાણીપ ગામ અમદાવાદ શહેર તથા (2) કરણ ઉફે કાલુ  ઉ.વ. 19રહે.ખુલ્લા ઝુાંપડામાાં ,જોગણી માાની ચાલી, રાણીપ બકરા માંડી, રાણીપ ગામ અમદાવાદ શહેર

અમદાવાદમાં ચોરી-humdekhengenews

આરોપી પાસેથી પકડાયેલ મુદ્દામાલ

પોલીસે આરોપીઓ પાસેથી પીળા કલરના નંગ વાળી 6.82 ગ્રામની સોનાની વીંટી નંગ-1, કિં. રુ. 34,254 તથા 1 મોબાઈલ ફોન આમ કુલ મળીને કિં. રું. 39,254 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આ મામલે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ  પણ વાંચો : ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીનો આપઘાત, વાપીમાં નદીના પુલ પરથી લગાવી મોતની છલાંગ

Back to top button