બિઝનેસ

TikTok અને Yahooમાં છટણી : TikTok ભારતના બધા જ સ્ટાફ તેમજ Yahoo દ્વારા 20 ટકા સ્ટાફની છટણી

Text To Speech

દુનિયામાં જાણે વૈશ્વિક મંદીનો સિલસિલો શરૂ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગૂગલ અને અમેઝોન જેવી ટોપ કંપનીએ થોડા સમય પહેલા છટણી કરી હતી. એ સિવાય Dell અને HPએ પણ ઘણા કર્મચારીની છટણી કરી હતી. Reelsની શરૂઆત કરનાર સૌથી લોકપ્રિય બનેલ TikTok કંપની ભારતના 40,૦૦૦ કર્મચારીઓની છટણી કરી છે. બીજીબાજુ Yahoo પણ 20 ટકા કર્મચારીઓને છુટા કરી છટણી કરી છે. એટલું જ નહી કંપનીએ કર્મચારીઓને પિંક સ્લીપ પણ આપી દીધી છે.

આ પણ વાંધો:મનોરંજન ક્ષેત્રની આ દિગ્ગજ કંપની પણ કરશે છટણી, 7,000 કર્મચારીઓ થશે બેરોજગાર

ભારતમાં ૩ વર્ષ પહેલા Tiktok પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો

રીપોર્ટ અનુસાર, બાઈટ ડાન્સની સોશિયલ એપ TikTokના ભારતની ઓફીસના મોટાભાગના કર્મચારીઓ બ્રાઝિલ અને દુબઈના માર્કેટ માટે કામ કરી રહ્યા છે. TikTokનાં આ નિર્ણયથી કોઈ આશ્ચર્ય નથી કારણકે ૩ વર્ષ પહેલા ભારતે TikTok પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી ભારતને તેનું કોઈ દુઃખ નથી.

આ પણ વાંચો:વૈશ્વિક મંદીની અસર : હવે Dell પણ આટલાં કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં

TikTok કંપનીમાંથી છટણી કરાયેલ કર્મચારીઓને 9 મહિનાનો પગાર આપશે

રીપોટ અનુસાર છટણી કરાયેલ કર્મચારીઓને TikTok દ્વારા 9 મહિનાનો પગાર (સેવરેંસ પે) આપવામાં આવશે સાથે કર્મચારીઓને 28 ફેબ્રુઆરીએ છુટા કરવામાં આવશે એટલે કે 28 ફેબ્રુઆરી TikTok કર્મચારીઓ માટે છેલ્લો દિવસ હશે.

Yahoo વર્કફોર્સમાંથી 20 ટકા કર્મચારીઓની છટણી કરશે

Yahoo પણ પોતાના કર્મચારીઓની છટણી કરશે. Yahoo પોતાના કુલ ગ્લોબલ વર્કફોર્સમાંથી 20 ટકા કર્મચારીઓની છટણી કરવાનો પ્લાન કરી રહી છે. આ વાતની જાણકારી કંપનીએ ખુદ તેના નિવેદનમાં કહ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીનો ઉદેશ્ય પોતાના એડ-ટેક ડીવીઝનને રિસ્ટ્રકચર કરવાનો છે. કંપનીનો આ સિલસિલો વર્ષના અંત સુધી લગભગ અડધા એડ-ટેક કર્મચારીઓને પ્રભાવિત કરશે. જેમાં આ અઠવાડિયે લગભગ 1,૦૦૦ જેટલા કર્મચારીઓને છુટા કરશે.

આ પણ વાંચો:છટણીના માહોલમાં આ કંપનીએ બહાર પાડી 800 વેકેન્સીઃ જાણો CEOએ શું કહ્યુ?

ગૂગલ, એમેઝોન, Dell, HP, TikTok, Yahoo જેવી વૈશ્વિક કંપનીઓમાં છટણીનો સિલસિલો ચાલુ છે એક પછી એક કંપની કર્મચારીઓની છટણી કરી રહ્યા છે ત્યારે ખાનગી ક્ષેત્રે નોકરી કરતા કર્મચારીઓમાં છટણીનો ભય જોવા મળી રહ્યો છે.

Back to top button