અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

બાળાઓ માટે લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ યોજનાનો જૂનાગઢથી આરંભ

Text To Speech

જૂનાગઢ, ૯ ડિસેમ્બર, 2023 : મહિલા સુરક્ષા ધ્યાને લઈને મહિલાઓને ઘરમાં તથા ઘર બહાર જાય ત્યારે તેને સુરક્ષા મળી રહે એ માટે મહિલા સ્વયં સક્ષમ બને એ જરૂરી હોઈ સુરક્ષા સેતુ યોજના હેઠળ સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે.

રાણીલક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ યોજનાનો પ્રારંભ જૂનાગઢની ગ્રામોદ્યોગ પ્રાથમિક શાળાથી જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે કરાવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલની દીકરીઓ સક્ષમ બને અને પોતાનો સ્વરક્ષણ કરી શકે તે અંતર્ગત રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ યોજનાનો પ્રારંભ કરાયો છે.

આ પણ વાંચોઃ જૂનાગઢઃ ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ માટે નિઃશુલ્ક સલુન-ફોટોગ્રાફી તાલીમ યોજાશે

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આખા જિલ્લામાં દરેક પ્રાથમિક શાળામાં આ તાલીમ અંતર્ગત દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે. જેથી જીવનમાં કોઈપણ શારીરિક હુમલો કરવામાં આવે કે કોઈપણ તકલીફ પડે તેઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે મુખ્ય હેતુ રહેલો છે. આ તાલીમ લગભગ અઢી ત્રણ મહિના સુધી ચાલશે અને ત્રણ સેશનમાં આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે.

તેમણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીનાં વાલીઓને જણાવ્યું હતું કે આજે એક ચળવળ છેસ્વરક્ષણ અને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જે ચલાવવામાં આવી રહી છેએ મુહિમમાં વધુ જોડાય તેમના દીકરીઓ સારામાં સારી રીતે કુશળ  થાય તેની ખાતરી રાખે અને આપણે નારી શક્તિ દ્વારા એક સશક્ત ભારતની અને ગુજરાત રાજ્યનું નિર્માણ કરે એના માટે હું સૌને આહવાન  કરું છુંતેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષ્ણાધિકારી શ્રી વિપુલ ઘુંચલાએ રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ યોજના અંગે વિગતો આપી હતી.

આ પણ વાંચોઃ પ્રશાંત મોહંતીઃ નામથી ઉડિયા, કામથી ગુજરાતી કે સવાયા ગુજરાતી?

Back to top button