કાયદાને સરળ રૂપ આપવું જોઈએ, જેથી લોકો તેને સમજી શકે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- ગૌહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહમાં નિવેદન
- ન્યાય વિતરણ પ્રણાલીને ઝડપી બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ‘ન્યાયની સરળતા’ લાવવા માટે કરી શકાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાયદો સરળ ભાષામાં લખવો જોઈએ જેથી સામાન્ય લોકો તેને સમજી શકે. તેમણે કહ્યું, ન્યાય વિતરણ પ્રણાલીને ઝડપી બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ છે. ટેક્નોલોજી પૂર્વોત્તર જેવા દૂરના વિસ્તારોમાં ન્યાય અપાવવામાં મદદ કરી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ‘ન્યાયની સરળતા’ લાવવા માટે કરી શકાય છે.
હાઇકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપનમાં હાજરી
PM એ એમ પણ કહ્યું કે વૈકલ્પિક વિવાદ નિરાકરણ પ્રણાલી ન્યાયિક વિતરણનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગૌહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહમાં બોલતા મોદીએ કહ્યું કે સંપત્તિની માલિકીમાં સ્પષ્ટતાનો અભાવ ન્યાયતંત્ર પર બોજ સાબિત થયો છે.
આંબેડકરને યાદ કરતા વડાપ્રધાન
બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા મોદીએ કહ્યું કે, આ એક સુખદ સંયોગ છે કે આજે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. તેમણે આપણું બંધારણ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સરકાર, ન્યાયતંત્રની ‘જીવનની સરળતા’ સુનિશ્ચિત કરવા માટે તેમની પોતાની ભૂમિકાઓ છે. આ માટે ટેકનોલોજી એક શક્તિશાળી સાધન છે.