ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુખદેવ સિંહની હત્યા કેસમાં પણ લોરેન્સ ગેંગનું કનેક્શન, જાણો કોણે લીધી જવાબદારી

  • સુખદેવ સિંહ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ હતા.
  • બદમાશોએ સુખદેવ સિંહના ઘરે આવી 4 ગોળી મારી હત્યા કરી.

જયપુર, 05 ડિસેમ્બર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા બાદ લોરેન્સ વિશ્નોઈ ગેંગે તેની જવાબદારી લીધી છે. લોરેન્સ વિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ ફેસબુક દ્વારા હત્યાની જવાબદારી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ગેંગનો ખતરનાક ગુનેગાર છે, જે બિકાનેર જિલ્લાના લુંકરનસરનો રહેવાસી છે. ગેંગસ્ટર રાજુ થેહતની હત્યામાં પણ તેનું નામ સામે આવ્યું હતું. તે 2010થી ગુનાની દુનિયામાં સક્રિય છે. કહેવાય છે કે વર્ષ 2022માં રોહિત દિલ્હીથી નકલી પાસપોર્ટ બનાવીને દુબઈ ભાગી ગયો હતો. ત્યાંથી તે લોરેન્સની ગેંગનું સંચાલન કરતો હતો. રોહિત વિદેશમાં તેના સાગરિતો પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે. તે લોરેન્સ માટે સોપારી આપીને હત્યા કરવાનું કામ પણ કરતો હતો.

  • ગેંગસ્ટર રોહિત ગોદરાએ સુખદેવ સિંહની હત્યાની જવાબદારી લીધી છે. એટલું જ નહીં, રોહિતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હત્યાનું કારણ પણ જાહેર કર્યું છે.

રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘તમામ ભાઈઓને રામ રામ, હું રોહિત ગોદારા કપૂરસરી, ગોલ્ડી બ્રાર ભાઈઓ, અમે આજે સુખદેવ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અમે આ હત્યા કરાવી છે. હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનોને મળતા હતા અને તેમને સહકાર આપતા હતા, તેઓ તેમને સંપૂર્ણ રીતે મજબૂત કરતા હતા અને જ્યાં સુધી આપણા દુશ્મનોની વાત છે તો તેઓએ તેમના ઘરના દરવાજે પોતાનું અર્થી તૈયાર રાખજો. જોકે બાદમાં ગોદારાએ સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

સુખદેવ સિંહની હત્યા બાદ પોલીસ તેમજ લોકો ગોગામેડીના ઘરે

સુખદેવ સિંહે પોતાના પર હુમલો થવાની આશંકા વ્યક્ત કરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર સુખદેવ સિંહે પ્રશાસન સમક્ષ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. ગોગામેદીએ રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને પોલીસ હેડક્વાર્ટરને જણાવ્યું હતું કે લોરેન્સ ગેંગ તેમની હત્યા કરવાની યોજના બનાવી રહી છે. તેમણે ફરિયાદ કરી હતી કે લોરેન્સ ગેંગે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસ પાસે રક્ષણ પણ માંગ્યું હતું.

આ પણ વાંચો: રાજસ્થાન: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા, જૂઓ CCTV

Back to top button