ગાંધીધામમાં બિશ્નોઈના ખાસ મનાતા કુલવિન્દરના ઠેકાણા પર NIAએ દરોડા પાડ્યા છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગ ગુના આચરી ગુજરાતમાં સંતાતી હોવાની આશંકા છે. તેમજ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા કુલવિન્દરની ટેરર ફંડિંગમાં સંડોવણી સામે આવી છે. તેથી એનઆઇએ દ્વારા ટેરર ફન્ડિંગ મુદ્દે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMC ટેક્સ મામલે આકરા પાણીએ, જાણો કઇ મિલકતો સીલ કરાઇ
કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ સાથે પણ જોડાયેલો
NIAએ ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંન્દરના ઘર પર દરોડા પાડયા હતા. કુલવિંદર ઘણા વર્ષોથી બિશ્નોઈનો સહયોગી છે. તેની સામે બિશ્નોઈ ગેંગના લોકોને મદદ કરવાના ઘણા કેસ નોંધાયેલા છે. NIAના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ સાથે પણ જોડાયેલો છે. એનઆઇએ દ્વારા ટેરર ફન્ડિંગ મુદ્દે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આજે વહેલી સવારથી જ ગાંધીધામ અને અંજાર વચ્ચેના વિસ્તાર મેઘપર બોરીચીમાં એનઆઇએની એક ટીમ પહોંચી ગઈ હતી. કુલવિન્દર નામના શખસને ઉઠાવીને ગાંધીધામ ખાતે એસઓજી ઓફ્સિમાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: નકલી દસ્તાવેજો લઈ યુવતી PSIની ટ્રેનિંગ માટે પહોંચી અને ભરાઇ ગઇ
એનઆઈએની દેશવ્યાપી તપાસના તારનો રેલો વધુ એક વાર કચ્છ સુધી
આ પૂછપરછમાં સ્થાનિક પોલીસને પણ બાકાત રાખવામાં આવી હતી. કુલવિન્દરના સંબંધ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જોડાયેલી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે હોવાની ચર્ચા છે. આમ, એનઆઈએની દેશવ્યાપી તપાસના તારનો રેલો વધુ એક વાર કચ્છ સુધી આવ્યો છે. આમ ગુજરાતમાં કચ્છ જિલ્લામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિતો આશરો લેતા હતા. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ડ્રગ્સની હેરાફેરીમાં પણ ગુજરાતના કચ્છ જિલ્લો અને મુન્દ્રાનો ઉપયોગ કરી રહ્યા હોવાનું છેલ્લા બે વર્ષથી બહાર આવ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાત: સોખડા મંદિરનો વિવાદ ફરી સામે આવ્યો, જાણો શું છે ટ્રસ્ટની મિલકતનો મામલો
કેટલાંક ગુનાઓ માટે કાવતરું ઘડવામાં આવ્યું
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો પાસેથી ટાર્ગેટેડ હિટ અને ગેરવસૂલી સહિત અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી માટે કાવત્રુ રચી રહ્યો હોવાનું એનઆઈએની તપાસમાં બહાર આવ્યુ હતુ. જેમાં ગયા વર્ષે મહારાષ્ટ્રના બિલ્ડર, સંજય બિયાની અને પંજાબમાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી આયોજક સંદીપ નાંગલ અંબિયાની સનસનાટીભર્યા હત્યા સહિતના આવા કેટલાંક ગુનાઓ માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું અને તેમને વિવિધ રાજ્યોની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: CMનું વિમાન લઈને જાતે ઊડાઊડ કરનારા સામે તવાઈ
8 માસ પહેલાં મુન્દ્રાથી બિશ્નોઈ ગેંગના 3 ઝડપાયેલા
દિલ્હી પોલીસની ખાસ ટીમે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના 3 શખ્સોની મુંદ્રામાંથી આઠ માસ પહેલા ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સો સામે 15 માસ અગાઉ મકોકાની કલમો તળે ગુનો દાખલ થયો હતો જે કેસમાં તેઓની અટકાયત કરાઈ હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવતા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ સાથે કડીમળી આવી હતી. મુન્દ્રાના બારોઇ ખાતે ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા જે ઇનપુટ દિલ્હી પોલીસને મળતા તેઓએ તરત જ સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર સિવિલ ડ્રેસમાં મુન્દ્રામાં આવી ઓપરેશન પાર પાડી આરોપીઓને ઝડપી લીધા હતા.