ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ અમેરિકામાં ઝડપાયો, ક્યારે લવાશે ભારત?

Text To Speech

નવી દિલ્હી, 18 નવેમ્બર, 2024: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ હવે પોલીસ કસ્ટડીમાં છે. અમેરિકાની કેલિફોર્નિયા પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધો છે. અમેરિકામાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર પોલીસ સહિતની ભારતીય એજન્સીઓ હવે તેના પ્રત્યાર્પણ અને ધરપકડ પર કામ કરી રહી છે. અનમોલ બિશ્નોઈ એવા સમયે ઝડપાયો છે જ્યારે થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના નાના ભાઈ અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. અનમોલ બિશ્નોઈ બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત કેટલાક હાઈપ્રોફાઈલ ગુનાઓમાં આરોપી છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં અનમોલ બિશ્નોઈની ધરપકડ કરવા તરફ દોરી જનાર માહિતી માટે 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. અનમોલ બિશ્નોઈને 2022માં NIAના બે કેસમાં ચાર્જશીટ પણ કરવામાં આવી છે. ગયા મહિને, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માંગે છે.

ગત 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગના મામલામાં લોરેન્સ અને અનમોલ બિશ્નોઈને વોન્ટેડ આરોપી બનાવવામાં આવ્યા હતા. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની જવાબદારી લેનાર અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ એપ્રિલમાં લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં તિહાર જેલ પ્રશાસને શ્રદ્ધા વોકર હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપી આફતાબ પૂનાવાલાની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસમાં સામે આવ્યું છે કે બિશ્નોઈ ગેંગ દ્વારા આફતાબ પૂનાવાલાને નિશાન બનાવવાની યોજના હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચારનો અંતઃ જાણો મતદાન અને પરિણામ વિશે

Back to top button