ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોરેન્સ બિશ્નોઈ-કાલા રાણા ગેંગના શાર્પશૂટર પ્રદીપ સિંહની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ

Text To Speech
  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી પોલીસના સ્પેશિયલ સેલે શાર્પશૂટરને ઝડપી પાડ્યો
  • પોલીસે શાર્પશૂટર પાસેથી અત્યાધુનિક હથિયારો અને કારતુસ પણ કર્યા જપ્ત

નવી દિલ્હી, 6 જાન્યુઆરી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા શનિવારે દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી લોરેન્સ બિશ્નોઈ-કાલા રાણા ગેંગના શાર્પશૂટર પ્રદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલે તેની પાસેથી અત્યાધુનિક હથિયારો અને જીવતા કારતુસ પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસ શાર્પશૂટર પ્રદીપ સિંહની પૂછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસ ઘણા સમયથી પ્રદીપ સિંહને શોધી રહી હતી. તેની સામે અપહરણ, લૂંટ અને હત્યાના અનેક કેસ નોંધાયેલા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં ઘણા શાર્પશૂટર્સ સામેલ છે

ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ દેશના ટોપ ગેંગસ્ટરોમાંની એક છે. અહેવાલો અનુસાર, લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં 600થી વધુ શાર્પશૂટર્સ સામેલ છે. લોરેન્સ બિશ્નોઈ-કાલા રાણા ગેંગનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. આ ગેંગનું દિલ્હી NCR, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં સૌથી વધુ વર્ચસ્વ છે. ગેંગ ચીફ લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી તિહાડ જેલમાં બંધ છે. તેનું નિશાન બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને પંજાબના ચાર મોટા ગાયકો છે.

આ પણ જુઓ :પશ્ચિમ બંગાળમાં EDએ રાશન વિતરણ કૌભાંડમાં TMC નેતા શંકર આધ્યાની કરી ધરપકડ

Back to top button