ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગોંડલ વિધાનસભામાં કાયદો-વ્યવથા જોખમાય તેવી શક્યતા: IB રીપોર્ટ

Text To Speech
  • ચૂંટણીપંચ એબમનો બંદોબસ્ત ગોઠવવા પોલીસને આપી સુચના
  • ગોંડલના જયરાજ અને રીબડાના અનિરુદ્ધના જૂથને શાંત કરવા ભાજપના સીનીયર નેતાઓની કવાયત

વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત સાથે રાજતંત્ર એડીચોટીનું જોર લગાવી કામ કરી રહ્યું. ત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા મળતા એક રીપોર્ટ મુજબ વિધાનસભની ચૂંટણીમાં ગોંડલ વિધાનસભાની બેઠક પર જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહના જુથે ટીકીટનો દાવો કરતા ગોંડલ વિધાનસભની બેઠક સૌથી સંવેદનશીલ બની રહી છે. આ અનુસંધાનમાં ચૂંટણીપંચે કાયદો અને વ્યવસ્થાના અનુસંધાનમાં બમણો બંદોબસ્ત ગોઠવવા માટે ગુજરાત પોલીસને તાકીદ કરી છે. હાલ ગોંડલ વિધાનસભા પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ધારાસભ્ય છે. પરંતુ હવેની વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહના પુત્રને ટિકિટ આપવા માટેની માંગણી કરવામાં આવી છે.

ગોંડલ વિધાનસભામાં કાયદો-વ્યવથા જોખમાય તેવી શક્યતા: IB રીપોર્ટ -humdekhengenews

આ પણ વાંચો : વિશ્વમાં હોટ ફેવરિટ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી : અત્યાર સુધી નોંધાયા 1 કરોડ જેટલાં પ્રવાસીઓ

તો બીજી તરફ અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ માટે ટીકીટની માંગણી કરવામાં આવી છે. આ કરને મોટો વિવાદ સર્જાયો છે. બન્ને જૂથ સમાધાન કરવા માટે તૈયાર નથી. બે દિવસ પહેલા ફોન કોલનો ઓડિયો વાયરલ થયા બાદ IBનો ચોકાવનારો રીપોર્ટ સાથે જ ચૂંટણીપંચ ચિંતિત છે. જે અનુસંધાનમાં ચૂંટણીપંચે પોલીસ વિભાગને ગોંડલ વિધાનસભની બેઠક પર વિવિધ સુરક્ષા એજન્સીઓની મદદ દ્વારા બમણો બંદોબસ્ત ગોઠવવા તાકીદ કરી છે. તેમજ IPS કક્ષાના અધિકારીઓને રાઉન્ડ ધ કલોક વોચ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

તો બીજી તરફ ભાજપના સીનીયર નેતાઓ સાથે પોલીસ અધિકારીઓએ મુકાલાત કરીને ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે સમાધાન કરવવા માટે રજૂઆત કરી હતી. જો કે ઉમેદવારોની યાદી બે દિવસમાં નક્કી થવાની શકતા હોવાથી બનેમાંથી એક નારાજ જૂથ વિરોધ અકિ શકે છે અને આની વિપરીત અસર ગોંડલ ના તેની આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર થઈ શકે છે.

Back to top button