કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કરાશે સમીક્ષા, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી મહત્વની બેઠક


ગાંધીનગર, 17 માર્ચ : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. જે માટે આજે સોમવારે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક મહત્વની બેઠક બોલાવી છે. સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે આ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તેમજ અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.
અમદાવાદની ઘટના બાદ મુખ્યમંત્રી એક્શન મોડમાં
મહત્વનું છે કે, ત્રણેક દિવસ પૂર્વે અમદાવાદમાં જાહેરમાં બનેલી તોડફોડની ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ ગંભીર જોવા મળ્યા છે. તેઓએ અમદાવાદ પોલીસ કમિશનરનો ઉધડો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ તાત્કાલિક અસરથી આવારાતત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ આપ્યા હતા.
અમદાવાદ સીપીએ અધિકારીઓ સાથે બેઠક કરી
મહત્વનું છે કે, અમદાવાદમાં બનેલી ઘટના બાદ સીપી જી.એસ.મલિકે ક્રાઈમબ્રાન્ચ સહિતના પોલીસ મથકના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કાયદો અને વ્યવસ્થા બગાડતા શખસો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ પણ વાંચો :- IPL પહેલા આ ભારતીય ખેલાડીએ BCCI સાથે ‘પંગો’ લીધો, આ નિયમ પર ઉઠાવ્યા સવાલ