ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Lavaએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, 10 હજાર રૂપિયાથી ઓછામાં મળશે આ મજબૂત ફીચર્સ

Text To Speech
  • Lava એ વધુ એક સસ્તો 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ
  • Lava Yuva 5Gની કિંમત 10 હજાર રુપિયાથી પણ ઓછી

HD ન્યૂઝ ડેસ્ક, 30 મે: Lava એ ભારતમાં વધુ એક સસ્તો 5G સ્માર્ટફોન Yuva 5G લોન્ચ કર્યો છે. સ્માર્ટફોન બ્રાન્ડનો આ ફોન Yuva સિરીઝમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ ફોનમાં લેટેસ્ટ પ્રોસેસરની સાથે મોટી બેટરી, ડિસ્પ્લે જેવા ફીચર્સ આપ્યા છે. નામ પરથી જ સ્પષ્ટ છે કે આ બ્રાન્ડનો ફોન યુવાનો માટે લાવવામાં આવ્યો છે. ફોનની કિંમત ઓછી રાખવામાં આવી છે, જેથી યુવાનોને ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે. Lava Yuva 5Gની સીધી સ્પર્ધા Realme, Infinix, Redmi ના બજેટ 5G સ્માર્ટફોન સાથે થશે.

Lava Yuva 5G ના ફીચર્સ

Lavaનો આ બજેટ 5G સ્માર્ટફોન 6.52 ઇંચની LCD ડિસ્પ્લે પેનલ સાથે આવે છે. ફોનના ડિસ્પ્લેમાં HD+ રિઝોલ્યુશન છે અને તે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. Lava એ આ ફોનમાં 2.5D કર્વ્ડ ગ્લાસનો ઉપયોગ કર્યો છે. ફોન Unisoc T750 પ્રોસેસર પર કામ કરે છે, જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે. આ બજેટ ફોનમાં 4GB રેમ છે, જેને 8GB સુધી વધારી શકાય છે.

લાવાનો આ બજેટ ફોન 64GB/128GB ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરે છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. Lava Yuva 5Gમાં 5000mAh બેટરી છે, જેની સાથે 18W USB Type C ચાર્જિંગ ફીચર ઉપલબ્ધ છે. લાવાનો આ ફોન સ્ટોક એન્ડ્રોઇડ 13 પર કામ કરે છે. તેમાં 3.5mm ઓડિયો જેક, બ્લૂટૂથ 5.0, ડ્યુઅલ સિમ કાર્ડ સપોર્ટ, ફેસ અનલોક જેવા ફીચર્સ છે.

Lava Yuva 5Gની શું છે કિંમત?

Lavaનો આ બજેટ 5G સ્માર્ટફોન બે સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. 1. 4GB RAM + 64GB અને 4GB RAM + 128GB. ફોનની શરૂઆતની કિંમત 9,499 રૂપિયા છે અને તેના ટોપ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. તમે આ ફોનને મિસ્ટિક ગ્રીન અને મિસ્ટિક બ્લુ કલરમાં ખરીદી શકો છો. તેનો પ્રથમ શેલ 5 જૂને થશે.

આ પણ વાંચો: WhatsApp યુઝર્સ માટે ખુશીના સમાચાર: હવે મોકલી શકશે લાંબા વોઇસ મેસેજ, કેવી રીતે?

Back to top button