…લૌટ કે ફિર ના આને વાલેઃ આવી હતી ગઝલ કિંગ પંકજ ઉધાસની લવ સ્ટોરી
- પાડોશીએ જ પંકજ અને ફરીદાને મળવાની વ્યવસ્થા કરી હતી. ફરીદા પારસી હતી, તેથી પ્રેમ વચ્ચે ધર્મ આવે તેવી શક્યતાઓ પણ પૂરતી હતી.
મુંબઈ, 26 ફેબ્રુઆરીઃ પદ્મ શ્રી પંકજ ઉધાસે ગઝલની દુનિયામાં ઘણું નામ કમાયું છે. તેઓ છ વર્ષની ઉંમરથી જ સંગીતની દુનિયામાં પ્રવેશી ચૂક્યા હતા, પરંતુ પંકજ ઉધાસની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી ન હતી. આ 70 ના દાયકાની વાત છે. પંકજે ફરીદાને તેમના પાડોશીના ઘરમાં જોઈ હતી અને તેને જોતાની સાથે જ તે તેના પ્રેમમાં પડી ગયા હતા. પાડોશીએ જ પંકજ અને ફરીદાને મળવાની વ્યવસ્થા કરી હતી. ફરીદા પારસી હતી, તેથી પ્રેમ વચ્ચે ધર્મ આવે તેવી શક્યતાઓ પણ પૂરતી હતી.
આ સમયે પંકજ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા અને ફરીદા એર હોસ્ટેસ હતી. બંને ખૂબ જલ્દી મિત્રો બની ગયા અને એકબીજાને મળવા લાગ્યા. થોડા જ મહિનામાં બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. બંને અલગ-અલગ ધર્મના હતા, પરંતુ તેઓ ઈચ્છતા હતા કે લગ્ન પરિવારના આશીર્વાદથી જ થાય.
‘બંને સાથે ખુશ રહી શકશો, તો આગળ વધો અને લગ્ન કરી લો’
પંકજના પરિવારને આ સંબંધથી કોઈ સમસ્યા ન હતી, પરંતુ ફરીદાના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. તેનું કારણ એ હતું કે તેમના પારસી સમુદાયમાં તેમની જાતિની બહાર લગ્ન કરવા પર પ્રતિબંધ હતો. પંકજ ઉધાસે ફરીદાના પિતા સાથે વાત કરી. તેઓ રિટાયર્ડ પોલીસ અધિકારી હતા. તેમણે પંકજને કહ્યું કે જો તને લાગે છે કે તમે બંને સાથે ખુશ રહી શકશો, તો આગળ વધો અને લગ્ન કરી લો. ત્યારબાદ પંકજ પોતાની જીંદગીમાં ખૂબ જ ખુશ હતા. તેમની બે દીકરીઓ નામ નાયબ અને રેવા છે.
પહેલું આલ્બમ લૉન્ચ થતા જ આવી બોલિવૂડમાંથી ઓફર્સ
પંકજ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમણે પહેલું આલ્બમ ‘આહત’ બહાર પાડ્યું હતું. તેમના બંને ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ સંગીત ક્ષેત્રે સક્રિય હતા. તેથી જ પંકજને સંગીતમાં પણ રસ હતો. તેમણે ગઝલ ગાયકીની દુનિયામાં પ્રવેશ કર્યો. તેમણે 1980માં ‘આહત’ નામનું પોતાનું પહેલું આલ્બમ બહાર પાડ્યું. પહેલું આલ્બમ લોન્ચ થતાં જ તેને બોલિવૂડમાંથી સિંગિંગ ઓફર્સ મળવા લાગી. તેમણે 1981માં ‘તરન્નમ’ અને 1982માં ‘મહેફિલ’ આલ્બમ લોન્ચ કર્યા હતા.
આ પણ વાંચોઃ ‘ચિઠ્ઠી આઈ હે’ થી ફેમસ થયેલા ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિઘન