અચાનક મહાકુંભમાંથી પરત ફર્યા લોરેન પોવેલ, જતા જતા ગુરૂ પાસે લીધી આ દીક્ષા


- સ્ટીવ જૉબ્સનાં પત્ની લોરેન પોવેલ મહાકુંભમાંથી અચાનક પરત ફર્યા છે. તેઓ અહીં દસ દિવસ માટે આવ્યા હતા, પરંતુ ત્રણ દિવસમાં પરત ફર્યા છે
16 જાન્યુઆરી, પ્રયાગરાજઃ એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સનાં પત્ની લોરેન પોવેલ મહાકુંભમાંથી અચાનક પરત ફર્યા છે. તેઓ અહીં દસ દિવસ માટે આવ્યા હતા, પરંતુ ત્રણ દિવસમાં પરત ફર્યા છે. લોરેન પોવેલને એલર્જીની સમસ્યા થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે જોબ્સ આગામી કેટલાક દિવસો સુધી ભૂટાનમાં પ્રવાસ રહેશે.
એપલના સહ-સ્થાપક અને અબજોપતિ ઉદ્યોગપતિ સ્ટીવ જૉબ્સનાં પત્ની લોરેન પોવેલ જોબ્સ મહાકુંભમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેઓ નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીની શિબિરમાં રહ્યા હતા. પોવેલ 13 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચ્યા હતા.
તેમને મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન કરવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ તબિયત ખરાબ થવાના કારણે તેઓ અમૃત સ્નાન ન કરી શક્યા. તેમણે તેમના ગુરુ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરી પાસેથી દીક્ષા લીધી હતી. લોરેન પોવેલને મહાકાળીના બીજ મંત્રની દીક્ષા આપવામાં આવી છે. તેઓ ॐ क्रीं महाकालिका नमः મંત્રનો જાપ કરશે.
પોવેલને સનાતન ધર્મમાં ઊંડો રસ
આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીએ કહ્યું કે તમામ પ્રશ્નો સનાતન ધર્મની આસપાસ ફરે છે અને જવાબોથી ખૂબ જ આનંદ અને સંતોષ મળે છે. લોરેનની આધ્યાત્મિકતાની શોધ તેને મહાકુંભમાં લઈ આવી હતી. અહીં તેને નવું નામ કમલા આપવામાં આવ્યું છે. તેઓ ખૂબ જ સરળ, નમ્ર અને સૌમ્ય છે. વિશ્વના સૌથી ધનિક અને સૌથી પ્રખ્યાત લોકોમાંના એક હોવા છતાં, તેઓ અહંકારથી મુક્ત છે અને દેખાડો કરતા નથી. તેઓ સાદા કપડા પહેરે છે અને સાદગીનું આચરણ કરે છે. તેઓ લો પ્રોફાઈલ છે.
આ પણ વાંચોઃ આ IASના ખભા પર મહાકુંભ 2025ની જવાબદારી, જીતી ચૂક્યા છે પ્રધાનમંત્રી પુરસ્કાર