અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની “પ્રભાસ તીર્થમાં સોમનાથ” પ્રદર્શન ગેલરીનો પ્રારંભ

  • કચ્છના રણોત્સવમાં સેહલાણીઓને કરવા મળશે સોમનાથ મહાદેવના દર્શન
  • પ્રસિદ્ધ કથાકાર ડૉ. મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે થયું ગેલરીનું ઉદ્ઘાટન

ભુજ, શુક્રવાર, 5 જાન્યુઆરીઃ એશિયાના સૌથી મોટા ઉત્સવોમાંના એક એવા કચ્છના રણોત્સવમાં સેહલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન. પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રણોત્સવ-પ્રભાસતીર્થ સોમનાથ ગેલરી - HDNews
રણોત્સવ-પ્રભાસતીર્થ સોમનાથ ગેલરીઃ ફોટોઃ માહિતી ખાતું

ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલી સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતર્લિંગનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ, સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી, વૈદિક આધારો સાથે કાલ ગણના, શ્રીકૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન, સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો કરેલ સંકલ્પ અને ત્યાર બાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથા થી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે.

રણોત્સવ-પ્રભાસતીર્થ સોમનાથ ગેલરી - HDNews
રણોત્સવ-પ્રભાસતીર્થ સોમનાથ ગેલરીઃ ફોટોઃ માહિતી ખાતું

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમની દીર્ઘદ્રષ્ટિ યુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોરમેટ્રી સહિત સસ્તું રહેઠાણ, વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધા સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઊભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવે છે.

રણોત્સવ-પ્રભાસતીર્થ સોમનાથ ગેલરી - HDNews
રણોત્સવ-પ્રભાસતીર્થ સોમનાથ ગેલરીઃ ફોટોઃ માહિતી ખાતું

પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને 11 લાખ વૃક્ષારોપણ અભિયાન હોય કે 5 બિલ્વ વનોનું નિર્માણ, મહાદેવને પવિત્ર કરાયેલા નિર્માલ્ય જળનું શુદ્ધિકરણ કરીને સોમગંગાનું નિર્માણ હોય કે પછી 10 કરોડ લીટરથી વધુ સુએઝ પાણીનું રિસાયકલીંગ હોય સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સમાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે. ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના 1400 કલશ સુવર્ણ મંડીત કરાયા છે. સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.

રણોત્સવ-પ્રભાસતીર્થ ગેલરી - HDNews
રણોત્સવ-પ્રભાસતીર્થ ગેલરીઃ ફોટોઃ માહિતી ખાતું

આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મપ્રસાદ અને રૂદ્રાક્ષની સાથે ઈ-સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ મેરે ઘર રામ આયે હૈઃ PM મોદીએ હવે જુબિન અને મુંતશિરના ભજનના પણ વખાણ કર્યા

Back to top button