અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

ગુજરાતમાં બાળકો માટેની પેન્શન યોજનાનો પ્રારંભ

18 સપ્ટેમ્બર અમદાવાદ: શહેરનાં આશ્રમ રોડ ખાતે આવેલી સિલ્વર ક્લાઉડ હોટલ ખાતે NPS વાત્સલ્ય યોજનાનો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનાં હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું હતું. જ્યારે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ પણ લોન્ચ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને સભાને સંબોધિત કરી હતી. સચિવ, નાણાકીય સેવાઓ અને અધ્યક્ષ PFRDA પણ અન્ય માનનીય મહેમાનો સાથે હાજર રહ્યા હતા. NPS વાત્સલ્ય લૉન્ચ ઇવેન્ટનું સમગ્ર દેશમાં 75 સ્થળોએ એકસાથે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ ખાતે આ કાર્યકર્મનું આયોજન બેંક ઓફ બરોડા કે જે રાજ્યની લીડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું અને અશ્વિની કુમાર, સંયોજક, SLBC-ગુજરાત અને જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા દ્વારા 20 પ્રાણ (PRAN) કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

NPS વાત્સલ્ય યોજનાનો પ્રારંભ
દિલ્હીથી જીવંત પ્રસારણના માધ્યમથી કેન્દ્રીય નાણામંત્રીએ NPS વાત્સલ્યની સસ્ક્રાઇબ કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું, સ્કીમ બ્રોશર બહાર પાડયું અને દેશભરમાંથી એકત્ર થયેલા નાના સવ્સ્કાઇબર્સને કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર (PRAN) કાર્ડનું વિતરણ કર્યું. આ નાના ગ્રાહકો દેશના જુદા જુદા ભાગોમાંથી આવ્યા હતા. એવી કલ્પના કરવામાં આવી છે કે સ્કીમ નાની વયે યુવા સાઇબર્સમાં બચતની આદત કેળવશે અને એનપીએસ વાત્સલ્યના સક્કાઇબર દ્વારા ચક્રવૃદ્ધિની શક્તિ દ્વારા મોટી રકમ એકઠી કરી શકાય છે.

યોજના માટેની પાત્રતા નીચે મુજબ છે.

1) બધા સગીર નાગરિકો (18 વર્ષથી ઓછી ઉંમરના).

2) ખાતું સગીરના નામે ખોલી શકાય છે અને માતાપિતા અથવા વાલી દ્વારા સંચાલિત કરી શકાય છે. સગીર લાભાર્થી હશે.

3) આ યોજના PFRDA દ્વારા નિયમન કરાયેલ તેમજ વિવિધ સંસ્થાઓ જેમ કે મુખ્ય બેંકો, ઈન્ડિયા પોસ્ટ, પેન્શન ફંડ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ (e-NPS) દ્વારા ખોલી શકાય છે.

4) સસ્કાઇબરે વાર્ષિક રૂ. 1000/-નું લઘુત્તમ યોગદાન રહશે. મહત્તમ યોગદાન પર કોઈ મર્યાદા નથી.

5) PFRDA સસ્ક્રાઇબર્સને બહુવિધ રોકાણ વિકલ્પો પ્રદાન કરશે. સન્સ્ક્રાઇબર્સ જોખમ અને ઇચ્છિત વળતરના આધારે સરકારી સિક્યોરિટીઝ, કોર્પોરેટ ડેટ અને ઇક્વિટીમાં વિવિધ પ્રમાણમાં એક્સપોઝર લઈ શકે છે.

6) બહુમતી વય પ્રાપ્ત કરવા પર, યોજનાને એકીકૃત રીતે સામાન્ય NPS ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે.

સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ: નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે NPS વાત્સલ્ય યોજનાનું ઉદ્ઘાટન કરતી વખતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારનો તમામ નાગરિકો માટે આ લાંબા ગાળાના નાણાકીય આયોજન અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતને પેન્શનધારી સમાજ બનાવવા માટે તે મહત્વપૂર્ણ પગલું હશે.

આર્થિક વિકાસ તરફ સરકારનું મહત્વપૂર્ણ પગલું
પંકજ ચૌધરી, નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ‘NPS વાત્સલ્ય યોજના સમાવેશી આર્થિક વિકાસ તરફ સરકારનું એક મહત્વપૂર્ણ પગલું છે અને આ યોજનાના અમલીકરણ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓને આ યોજનાના મહત્તમ કવરેજ અને સંતૃપ્તિની ખાતરી કરવા વિનંતી કરવામાં આવી હતી.

પેન્શન યુક્ત સમાજ બનાવવા માટે અપીલ
અમદાવાદ ખાતે અશ્વિની કુમારે આ યોજના અંગે જણાવતા કહ્યું હતું કે આ યોજનામાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકો ભાગ લઈ શકે છે. સાથે તેમના માતા પિતા થકી દર વર્ષે માત્ર 1000 રૂપિયા ભરીને 60 વર્ષ સુધી તે રકમ ભરી શકાશે. જે બાદ પેન્શન સ્વરૂપે અમુક અમાઉન્ટ લાભાર્થીને કાયમ માટે આપવામાં આવશે. આ યોજના ઓછામાં ઓછા 1000 રૂપિયાથી સ્ટાર્ટ કરી શકાય છે અને મહત્તમની કોઈ મર્યાદા નથી અને ખાસ આ યોજનામાં અમુક સમય બાદ લાભાર્થીની ભરાયેલી રકમમાંથી જો કોઈ રકમ ઉપાડવી હોય તો તેની માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે અશ્વિની કુમારે બેંકર્સને આ યોજનાને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવા માટે સક્રિયપણે પ્રોત્સાહન આપવા વિનંતી કરી તેમજ તેમણે બાળકો અને તેમના માતા-પિતાને આ યોજનાના લાભો વિશેની માહિતી અન્ય નાગરિક સુધી પહોંચાડવા અને પેન્શન યુક્ત સમાજ બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી.

Back to top button