ટ્રેન્ડિંગમનોરંજન

લાફ્ટર ક્વિન ભારતી સિંહ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ: પુત્ર ગોલાને યાદ કરી રડવા લાગી

Text To Speech
  • ભારતીએ હૉસ્પિટલનો વીડિયો શેર કર્યો
  • ત્રણ દિવસથી પેટના દુખવાથી હતી પરેશાન

મુંબઈ, 2 મે 2024, લાફ્ટર ક્વિન ભારતી સિંહ છેલ્લા કેટલાક દિવસોથી પીડામાં હતી. તેને અચાનક પેટમાં દુ:ખાવો થયો અને તેને ડોક્ટર પાસે જવું પડ્યું હતું હાલ ભારતી સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ભારતીએ યુટ્યુબ પર પોતાનો વ્લોગ શેર કર્યો છે જેમાં તેને હેલ્થ અપડેટ આપતા કહ્યું કે તેને છેલ્લા ત્રણ દિવસથી પેટમાં દુખાવો થઈ રહ્યો છે.

ભારતીએ હૉસ્પિટલનો વીડિયો શેર કર્યો
ભારતી સિંહ ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. ભારતી હંમેશા પોતાની કોમેડીથી દર્શકોના હસાવતી જોવા મળે છે. કોમેડી કરવા ઉપરાંત ભારતી સિંહ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં તે પોતાના જીવન સાથે જોડાયેલી દરેક અપડેટ શેર કરે છે. લેટેસ્ટ વ્લોગમાં ભારતી સિંહે જણાવ્યું કે તે હોસ્પિટલમાં દાખલ છે. ભારતીએ હૉસ્પિટલનો એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તેણે ફેન્સને પોતાની હાલત વિશે જણાવ્યું હતું. ભારતી સિંહે જણાવ્યું કે ત્રણ દિવસથી પેટમાં દુખાવો હતો. શરૂઆતમાં તેઓને લાગ્યું કે આ એસિડિટી છે. દર્દના કારણે ભારતી સિંહ કે તેના પતિ હર્ષ લિમ્બાચીયા ત્રણ દિવસથી ઊંઘી શક્યા નથી. આ વીડિયોમાં તે પોતાના પુત્ર ગોલાને યાદ કરીને રડવા લાગી હતી.

શા માટે ભરતી સિંહ થઈ દાખલ?
ભારતી સિંહે વ્લોગમાં જણાવ્યું કે તેને છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો, ત્યારબાદ ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ કરી. ભારતીને પહેલા લાગ્યું કે એસિડિટી છે, પરંતુ આ દર્દના કારણે ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિમ્બાચીયાને ઊંઘ ન આવી. જો કે, જ્યારે પીડા અસહ્ય થઈ ગઈ, ત્યારે હોસ્પિટલમાં તપાસ કર્યા પછી, જાણવા મળ્યું કે ભારતીને પિત્તાશયમાં પથરી છે. ભારતી સિંહ હવે આ માટે ઓપરેશન કરાવવા જઈ રહી છે. તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. તેમણે બધાને વિનંતી કરી કે જો પીડા અસહ્ય હોય તો તમે પણ જઈને તપાસ કરાવો.

આ પણ વાંચો..ધર્મેન્દ્ર અને હેમામાલિનીની 44મી એનિવર્સરી, પોસ્ટ કર્યો રોમેન્ટિક વીડિયો

Back to top button