ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું, હવાની પેટર્ન બદલાતા 20 જૂનથી બેસે તેવી શક્યતા

Text To Speech

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસું 10 જૂનની આસપાસ આવવાની શક્યતા હતી. પરંતુ હવાની પેટર્ન બદલાતા દક્ષિણ ભારતમાં ચોમાસું મોડું આવશે. જેથી હવામાન વિભાગે ગુજરાતમાં પણ ચોમાસુ મોડું આવે તેવી શક્યતા સેવી છે. વાતાવરણ સાનુકૂળ ન હોવાથી કેરળમાં ચોમાસુ પાંચ દિવસમાં બેસવાની શક્યતા છે. જેથી હાલ ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસવાની કોઇ શક્યતા નથી, પણ રાજ્યમાં ચોમાસું 20-21 જૂન વચ્ચે બેસશે.

કેરળ પહોંચતા હજુ ચાર-પાંચ દિવસ લાગશે
આ મામલે હવામાન વિભાગના વિશેષજ્ઞએ માહિતી આપી હતી કે, આ વર્ષે 5થી 10 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા હતી. ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે. તેમજ ચાર-પાંચ દિવસમાં કેરળ સુધી પહોંચશે, પણ ત્યારબાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની શક્યતા નહિવત્ છે. એટલું જ નહીં, રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતાં વહેલું ચોમાસુ બેસે તેવા સંજોગો હાલ નથી.

બફારાનું પ્રમાણ યથાવત રહેશે
અમદાવાદનું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ શહેરમાં ગરમીથી રાહત રહ્યા બાદ ફરીથી ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમી પવન વચ્ચે રાજ્યના 3 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનો પારો 39.0 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 15 દિવસ સુધી રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા નહિવત હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. જો કે, રાજ્યમાં 20 જૂન બાદ ચોમાસુ સક્રિય થવાની વકી છે.

Back to top button