મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ થી ગાંધીનગર સુધીનો રોડ ‘મોદીમય’ બન્યો, જુઓ વિડીયો
રવિવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો જોવા મળ્યા. જેનું મુખ્ય કારણ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચંડ જીત બાદ પહેલી વખત ગુજરાત પહોંચ્યા હતા. ત્યારે તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની એકત્રીત થઈ હતી.
આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે પ્રધાનોને આવ્યા ફોન, જાણો કોને મળી રહ્યું છે મંત્રીમંડળમાં સ્થાન ?
આ દરમિયાન લોકોએ વડાપ્રધાનનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ પીએમ મોદીએ પણ લોકોનો આભાર માન્ય હતો. મોડી રાત્રે પણ લોકો રસ્તા પર હાજર રહ્યા તે માટે વડાપ્રધાન મોદીએ સૌ કોઈનો આભાર માન્યો હતો. જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિતના સામાન્ય જનતા હાજર રહી હતી.
વડાપ્રધાન મોદી ઉપરાંત મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે 14 જેટલાં VVIP નેતાઓ સહિતના વિવિધ રાજ્યોના મંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેવાના છે જેના માટે પણ તમામ તૈયારીઓ અંતિમ ચરણમાં છે. બપોરે 12 વાગ્યાથી શપથગ્રહણ શરૂ થશે. જેમાં 16 જેટલાં મંત્રીઓ શપથ લઈ શકે છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા, આજે શપથગ્રહણ સમારોહમાં લેશે ભાગ