ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

શ્રાવણનો છેલ્લો સોમવાર: હર હર મહાદેવના નારાથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું

Text To Speech
  • શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ઉમટી પડ્યું માનવ મહેરામણ, સોમનાથ મંદિરમાં આજે ભક્તોની ભીડ જામી.

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. સોમવારના દિવસે શિવભક્તો દ્વારા શિવજીની વિશેષ પૂજા અર્ચના કરે છે. ત્યારે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. રાજ્યભરના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. શ્રાવણ માસના સોમવાર નિમિતે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી હજારોની સંખ્યામાં ભક્તોએ મહાદેવની પ્રાતઃ આરતીમાં ભાગ લીધો. વહેલી સવારથી ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે લાઈનમાં લાગ્યા હતા. શ્રાવણ માસમાં સોમનાથ તીર્થમાં સૌથી વધુ ભક્તો આજે જોડાયા છે. સવારથી હર હર મહાદેવના નારાથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું છે.

સોમનાથ મંદિર-HDNEWS

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં માનવ મેદની ઉમટી પડી છે. હજારો ભકતોએ સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીમાં ભાગ લીધો હતો. તો હજી દિવસભેર ભક્તોની ભીડ રહેશે. સોમનાથ તીર્થમાં શ્રાવણ માસનો સર્વાધિક ટ્રાફિક આજના દિવસે દેખાયો છે. હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ તીર્થ શિવમય બન્યું છે.

આ પણ વાંચો: Sawan 2023: આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, રાશિ પ્રમાણે કરો આ કામ

Back to top button