નવેમ્બરનું છેલ્લું ગુરૂ પ્રદોષ વ્રત, જાણો શિવ પૂજનનો સૌથી ઉત્તમ સમય
- નવેમ્બર મહિનાનું અંતિમ ગુરૂ પ્રદોષ વ્રત 28 નવેમ્બરે છે. આ દિવસે શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે. બે શુભ યોગના લીધે તેનું મહત્ત્વ વધી જાય છે
HD ન્યુઝ ડેસ્કઃ દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની તેરસે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. ગુરુ પ્રદોષ વ્રતનો શુભ સંયોગ 28 નવેમ્બરે થઈ રહ્યો છે. આ સાથે નવેમ્બર મહિનાનું આ અંતિમ પ્રદોષ વ્રત પણ હશે. પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. નવેમ્બર મહિનાના છેલ્લા પ્રદોષ વ્રતમાં સૌભાગ્ય અને શોભન યોગની રચનાને કારણે આ દિવસનું મહત્ત્વ વધી રહ્યું છે.
સૌભાગ્ય યોગ બપોરે 04.02 વાગ્યા સુધી ચાલશે, ત્યારબાદ શોભન યોગ શરૂ થશે. જ્યોતિષશાસ્ત્રમાં સૌભાગ્ય અને શોભન યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ યોગમાં કરવામાં આવેલ કાર્ય સફળ થાય છે. જાણો ગુરુ પ્રદોષ વ્રતના દિવસે શિવની પૂજા કરવાનો શુભ સમય અને વ્રતના પારણાનો સમય
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
ગુરુ પ્રદોષ વ્રત શિવ પૂજા મુહૂર્ત
ત્રયોદશી 28 નવેમ્બર 2024ના રોજ સવારે 06:23 વાગ્યે શરૂ થશે અને 29 નવેમ્બર 2024ના રોજ સવારે 08:39 વાગ્યે સમાપ્ત થશે. પ્રદોષ વ્રતના દિવસે શિવપૂજાનો શ્રેષ્ઠ સમય સાંજે 05:23 થી 08:05 સુધીનો રહેશે. પૂજાનો કુલ સમયગાળો 02 કલાક 42 મિનિટ છે.
પ્રદોષ વ્રત પૂજા માટે સવાર-સાંજના શુભ ચોઘડિયા મુહૂર્ત
જ્યોતિષમાં ચોઘડિયા મુહૂર્તને પૂજા માટે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવાથી લાભ થાય છે.
શુભ – ઉત્તમ: 06:53 AMથી 08:12 AM
લાભ – ઉન્નતિ: 12:08 pmથી 01:27 pm
અમૃત – સર્વોત્તમ: 01:27 PMથી 02:46 PM
શુભ – ઉત્તમ: 04:04 PMથી 05:23 PM
અમૃત – સર્વોત્તમ: 05:23 PMથી 07:04 PM
ગુરૂ પ્રદોષ વ્રત પારણ સમય
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર પ્રદોષ વ્રતના પારણા બીજા દિવસે સૂર્યોદય પછી કરવા જોઈએ. આ રીતે ગુરુ પ્રદોષ વ્રતના પારણા 29 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. સવારે 06:54 પછી વ્રત કરવું શુભ રહેશે.
ગુરૂ પ્રદોષ વ્રત રાખવાના ફાયદા
પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આ વ્રત કરવાથી વ્યક્તિ પાપમાંથી મુક્તિ મેળવે છે અને અંતે શિવધામની પ્રાપ્તિ કરે છે.
આ પણ વાંચોઃ મહાકુંભ 2025માં 40 કરોડ લોકોના આગમનનું અનુમાન, શ્રદ્ધાળુઓની સુવિધાનું ધ્યાન રાખવામાં આવશે