મફત વેક્સિનના છેલ્લા ચાર દિવસ: રાજકોટમાં માત્ર 26.07 ટકા જ કામગીરી, મુદત વધારાશે ?
વડાપ્રધાન મોદીએ આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષી 75 દિવસ સુધી દેશભરમાં કોરોના સામે રક્ષણ મેળવવા પ્રિકોશનડોઝ મફતમાં આપવાની જાહેરાત ર્ક્યા પછી પણ લોકો વેક્સિન મેળવવામાં નિરૂત્સાહી રહ્યા છે. રાજકોટમાં 11,51,658ના ટાર્ગેટ સામે ગઇકાલ સુધીમાં 300193 લોકોએ જ પ્રિકોશન ડોઝ લીધા છે. આમ માત્ર સરેરાશ 26.07 ટકા જ કામગીરી થઇ છે. એક તરફ કોરોના મહામારી ઓછી થતાં લોકો નિષ્ફકર થઇ ગયા છે. આ કારણે પણ પ્રિકોશન ડોઝ લેવામાં નિરૂત્સાહી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય રાજ્યમાં પ્રિકોશન ડોઝ મફતમાં આપવાની મુદતમાં વધારો કરવાની પણ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
રાજકોટમાં 86.23 ટકા હેલ્થ વર્કરએ જ લીધો પ્રિકોશન ડોઝ
વડાપ્રધાન મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત 75 દિવસ માટે કોરોના પ્રિકોશન ડોઝ મફતમાં આપવાની જાહેરાત કરી હતી. હવે આ સમય મર્યાદા પુરી થવા આડે ચાર દિવસ જ રહ્યા છે ત્યારે લોકોના નિરૂત્સાહના કારણે રાજકોટ શહેરી વિસ્તારમાં મા બ 26.07 ટકા જ કામગીરી થઇ છે. રાજકોટ શહેરી વિસ્તારમાં 11,51,658 લોકોને પ્રિકોશન ડોઝ આપવાના હતા તેની સામે 300193 લોકોએ જ પ્રિકોશન ડોઝ મેળવ્યા છે. હેલ્થકેર વર્કરોનો લક્ષ્યાંક 19600 સામે 16901 લોકોએ ડોઝ લીધા છે. જ્યારે 2699 લોકોએ પ્રિકોશન ડોઝ લેવાનું ટાળ્યું છે. આ કામગીરી 86.23 ટકા થઇ છે. જ્યારે ફ્રન્ટલાઇન વર્કરોના કુલ 33,936ના લક્ષ્યાંક સામે 25,840 લોકોએ ડોઝ મેળવી લીધો છે. જ્યારે 8096 લોકોએ હજી ડોઝ લીધો નથી. આમ ફ્રન્ટલાઇન વર્કરોની ટકાવારી 76.14 ટકા થઇ છે. 18થી 59 વર્ષના કુલ 930086 લોકોને પ્રિકોશન ડોઝ આપવાના હતા. તેમાં 170636 લોકોએ ડોઝ લેતા કુલ 18.35 ટકા કામગીરી થઇ છે. 18થી 59 વર્ષના 759450 લોકોએ પ્રિકોશનડોઝ લીધા નથી. 60 વર્ષ થી વધુ વયના કુલ 149774 લોકોમાંથી 86816 લોકોએ ડોઝ લીધા છે. જ્યારે 62958 લોકોએ હજી ડોઝ લીધા નથી. 60 વર્ષથી વધુ વયના લોકોની 57.96 ટકા કામગીરી થઇ છે.