ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, તારીખ ન લંબાતા અનેક કરદાતાઓ મુશ્કેલીમાં
છેલ્લા નાણાકીય વર્ષ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ છે. જો કે આ માટે તમારે દંડ પણ ભરવો પડશે. કારણ કે પહેલા 31 જુલાઈ પછી રિટર્ન ફાઈલ કરવા પર પેનલ્ટી નક્કી કરવામાં આવી હતી. સરકારે આ વર્ષે ITR ફાઇલ કરવાની નિયત તારીખ લંબાવવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 234F હેઠળ, કરદાતાએ વિલંબિત ITR માટે 5,000 રૂપિયા સુધીનો દંડ પણ ચૂકવવો પડે છે. દર વર્ષે આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં ITR કરવાનું હોય છે. જો કે, જો તારીખ ચૂકી જાય, તો કરદાતાઓને ITR ફાઇલ કરવાની અન્ય તકો પણ મળે છે.
ITR કેવી રીતે ફાઇલ કરવુ, શું છે તેના માટે ચાર્જ
મોડું ITR ફાઇલ કરવાની પ્રક્રિયા સામાન્ય ITR ફાઇલિંગ જેવી જ છે. જો કે, ફાઇલ કરતા પહેલા વિલંબિત ફાઇલિંગ ફી ચૂકવવાની રહેશે, જે NSDL વેબસાઇટ પર ચલણ નંબર 280 નો ઉપયોગ કરીને અથવા બેંકની મુલાકાત લઈને ઑનલાઇન ચૂકવી શકાય છે. જેમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ છે, તેમણે 5,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જેમની કુલ આવક 5 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયાથી ઓછી છે તેમના માટે આ ચાર્જ 1,000 રૂપિયા હશે.
31મી ડિસેમ્બર પછી શું થશે?
જે લોકો 31 ડિસેમ્બર સુધી ચૂકી જાય છે, તેઓ જ્યાં સુધી IT વિભાગ ટેક્સ નોટિસ નહીં મોકલે ત્યાં સુધી ITR ફાઇલ કરી શકશે નહીં. 31 ડિસેમ્બર પછી ITR ફાઇલ કરનારને IT વિભાગ તરફથી નોટિસ મળ્યા બાદ બમણી પેનલ્ટી એટલે કે 10,000 રૂપિયા સુધીની પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. તેમને 6 મહિનાથી 7 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે.