ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

જાણી લો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ, નહીં કરો તો ભોગવવું પડશે

Text To Speech

Income Tax india એ એક ટ્વીટમાં લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા વિનંતી કરી છે. 30મી જૂન સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

વિભાગ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે. જો આમ નહીં થાય તો પાન કાર્ડ નકામું થઈ જશે. બાકી રિફંડની કાર્યવાહી અટકાવવામાં આવશે. TDS ઊંચા દરે કાપવામાં આવશે. આ સાથે ટીસીએસનો દર પણ વધુ થઈ જશે.

આ માહિતી સાથે વિભાગે વધુમાં કહ્યું છે કે, “કોઈ પણ વ્યક્તિ પાસે એકથી વધુ પાન કાર્ડ નહીં રાખી શકે. જો કોઇ એકથી વધુ પાન કાર્ડ રાખશે તો તેમને 10,000 રૂપિયા સુધીનો દંડ થશે.”

તમને જણાવી દઈએ કે પાન કાર્ડ દ્વારા આવકવેરા સંબંધિતના તમામ કામ થતા હોય છે. આ સાથે જ્યાં પણ વધુ પૈસાની લેવડ-દેવડ થતી હોય ત્યાં પાન કાર્ડ ફરજિયાત રહેતી હોય છે. વર્ષ 2023થી સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો આગ્રહ કરી રહી છે, આ દરમિયાન, આવકવેરા વિભાગે પાન કાર્ડને શક્ય તેટલી વહેલી તકે આધાર સાથે લિંક કરવાની સલાહ પણ આપી છે જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય.

આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરાવવું કેમ જરુરી છે?

આવકવેરા અધિનિયમની કલમ 139AA એ જોગવાઈ કરે છે કે 1 જુલાઈ, 2017 ના રોજ જે વ્યક્તિને કાયમી એકાઉન્ટ નંબર (PAN) ફાળવવામાં આવ્યો છે, અને જે આધાર નંબર મેળવવા માટે પાત્ર છે, તેણે નિર્ધારિત ફોર્મેટમાં તેના આધાર નંબરની જાણ કરવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, આવી વ્યક્તિઓએ નિર્ધારિત તારીખ (હાલમાં 31.03.2022 ફી ચૂકવ્યા વિના અને નિયત ફીની ચુકવણી સાથે 30.06.2023) પહેલાં તેમના આધાર અને PANને ફરજિયાતપણે લિંક કરવું આવશ્યક છે.

આ પણ વાંચો: બ્રેકિંગ ન્યૂઝ: કાલે સાંજે ચાર વાગે ગુજરાતને ટકરાશે બિપરજોય નામની આફત; 125થી 135 kmની ઝડપે ફુંકાશે પવન

Back to top button