ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં અમૃત સ્નાન, 81 લાખ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી: સંગમ પર 10 કિમી સુધીની ભીડ

Text To Speech

પ્રયાગરાજ, 3 ફેબ્રુઆરી: મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન ૩ ફેબ્રુઆરીએ એટલે કે આજરોજ છે. આ દિવસે, નાગા સાધુઓ સ્નાન કર્યા પછી, સામાન્ય લોકો પણ ત્રિવેણી ઘાટ પર સ્નાન કરશે. આ પછી 12 અને 26 ફેબ્રુઆરીએ મહાકુંભ સ્નાન પણ થશે. પરંતુ નાગા સાધુઓ તેમાં ભાગ લેશે નહીં. ૩ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છેલ્લું અમૃત સ્નાન ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. હર હર મહાદેવના નારા લગાવતા નાગા સાધુઓ સંગમ પહોંચ્યા અને સ્નાન કર્યું. લાખો ભક્તો સાધુઓના આશીર્વાદ લેવા સંગમ પર પહોંચ્યાં છે.

નાગા સાધુઓ તલવારો લહેરાવતા અને લાકડીઓ વડે કરતબો કરતા સંગમ પહોંચી રહ્યા છે. સૌપ્રથમ પંચાયતી નિરંજની અખાડાના સંતો સંગમ પહોંચ્યા. ત્યાં અમૃત સ્નાન કર્યું. ત્યારબાદ સૌથી મોટા જુના અખાડા સાથે કિન્નર અખાડાએ અમૃત સ્નાન કર્યું. હવે આવાહન અખાડા સંગમમાં પહોંચી ગયા છે. 13 અખાડા એક પછી એક સ્નાન કરશે. મહાકુંભમાં વસંત પંચમીના પર્વે અત્યારસુધી 81 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી ચૂક્યા છે, ઘણા ભક્તો નાગા સાધુઓના પગની રજ કપાળ પર લગાવી રહ્યા છે.

સંગમ તરફ જતા તમામ માર્ગો પર 10 કિમી સુધી ભક્તોની શોભાયાત્રા છે. ભીડને નિયંત્રિત કરવા માટે 60 હજારથી વધુ સૈનિકો તૈનાત છે. મેળામાં 100 થી વધુ નવા IPS પણ તૈનાત કરવામાં આવ્યા હતા. 144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભનો મેળો હવે સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના પર્વે છેલ્લાં છઠ્ઠા અમૃત સ્નાન સાથે મહાકુંભ પૂર્ણ થશે.

આ પણ વાંચો…મહાકુંભ 2025 : વસંત પંચમીનું અમૃત સ્નાન શરૂ, CM યોગી રાખી રહ્યા છે વોર રૂમથી નજર

Back to top button