ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા

Text To Speech
  • ડ્રગ્સ દરિયા કિનારે ઉતરે તે પહેલા એજન્સીઓને મોટી સફળતા મળી
  • ઇરાની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો ઝડપાયા છે
  • પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ

ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં ઇરાની બોટમાં ડ્રગ્સ હતુ. પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ છે.

ડ્રગ્સ પકડાતાં જ ગૃહમંત્રી અમિત શાહનું ટ્વિટ, નશા મુક્ત ભારતના નિર્માણમાં મોટી સફળતા

 

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, માર્ચ મહિનામાં આ શહેરોમાં કમોસમી વરસાદની આગાહી

દરિયા કિનારે જથ્થો ઉતરે તે પહેલા જ મોટી સફળતા છે

દરિયા કિનારે જથ્થો ઉતરે તે પહેલા જ મોટી સફળતા છે. ઇરાની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો ઝડપાયા છે. તેમજ 2950 કિલો ચરસ, 160 કિલો મેથામ્ફેમાઇનનો જથ્થો મળ્યો છે. તેમજ 25 કિલોગ્રામ મોર્ફિનનો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી અંદાજીત 3 ટન (3,100 KG) જેટલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. ઈરાની બોટમાંથી 5 પેડલરોને મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવ્યા છે. ભારતીય જળસીમામાં ATS, NCB, નેવીનું સંયુક્ત ઓપરેશન હતુ. ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.

આ પણ વાંચો: ભારતના વ્યવસાયિકોને હવે સરળતાથી વિદેશની વર્ક પરમિટ મળશે, જાણો કયા દેશમાં જઇ શકાશે 

ડ્રગ્સ દરિયા કિનારે ઉતરે તે પહેલા એજન્સીઓને મોટી સફળતા મળી

પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ છે. ડ્રગ્સ દરિયા કિનારે ઉતરે તે પહેલા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ દક્ષિણ ભારત તરફ લઇ જવામાં આવી રહ્યું હતું તેમ સૂત્રોએ જણાવ્યું છે.

Back to top button