અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

લો બોલો! અમદાવાદમાં યુનિવર્સિટી, રિવરફ્રન્ટ બાદ હવે ફ્લેટમાં ગાંજાનું વાવેતર, ગ્રીન હાઉસ બનાવી ગાંજો ઉગાડ્યો

  • અમદાવાદના શેલામાં વૈભવી ફ્લેટમાં ગાંજાની ખેતી
  • ઘરમાં જ ગ્રીન હાઉસ બનાવી 100થી વધુ કુંડામાં ગાંજો ઉગાડ્યો

અમદાવાદમાં યુનિવર્સિટી, રિવરફ્રન્ટ બાદ હવે ફ્લેટમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધીdC તમે ખેતરમાં યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર જોવા મળ્યું. પણ આ વખતે એક લેવલ ઉપર હોય તેમ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થતું હોવાનું સામે આવતા પોલીસ દોડતી થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદ શહેરમાં શેલા એપલવૂડ વિસ્તારમાં આવેલા ઓર્કિડ લિગસીમાં D 1501 અને 1502 નંબરના 2 વૈભવી ફ્લેટ ભાડે રાખીને અંદર ગ્રીન હાઉસમાં ગાંજાની હાઈપ્રોફાઈલ ખેતી થતી હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે 2 યુવક અને એક યુવતી સહિત ફ્લેટમાંથી ગાંજાના છોડના 100થી વધુ કૂંડા જપ્ત કરી લીધા છે.જેમાં રવિ મુસરકા, વિરેન મોદી અને રિતિકા પ્રસાદ નામના લોકોની ધરપકડ થઈ છે.

બે ફ્લેટ રૂ.35 હજારના ભાડે રાખ્યા
આ મામલે પોલીસનું કહેવું છે કે, રાજ્યમાં પહેલી જ વખત આવા ગાંજાની ખેતી પકડાઈ છે. ઝારખંડના રવિ મુસરકા, વિરેન મોદી અને રિતિકા પ્રસાદે 35 હજારના ભાડે 2 ફ્લેટ રાખ્યા હતા. અહીં છેલ્લા કેટલાક દિવસથી મોટા પાર્સલ આવતાં લોકોને શંકા જતાં પોલીસને જાણ કરાઈ હતી. સરખેજ પીઆઈ વી.જે.ચાવડાએ રવિવારે સ્ટાફ સાથે દરોડો પાડી 100થી વધુ કૂંડાં પકડી પાડ્યાં હતાં. પોલીસે કહ્યું, આ ગાંજાની ખેતી વિદેશમાં થાય છે. જેથી તેને હાઈડ્રોપોનિક ગાંજો કહેવાય છે. ગાંજો ઉગાડવા માટે ફલેટમાં ગ્રીન હાઉસ બનાવ્યું હતું. તેમજ તેનું ટેમ્પ્રેચર પણ એ જ પ્રકારે મેઈન્ટેન કરાતું હતું.

પોલીસે ત્રણેયની પૂછપરછ શરૂ કરી
પોલીસે પકડાયેલા ત્રણેય યુવાન અને યુવતી ગાંજાના બીજ ક્યાંથી લાવ્યા હતા. તેમજ આ ગાંજાની ખેતી તેઓ કેવી રીતે શીખ્યા હતા અને ગાંજો ઉગાડવા માટેનો અન્ય સર સામાન ક્યાંથી લાવ્યા હતા. તે દિશામાં પોલીસે ત્રણેયની પૂછપરછ શરૂ કરી હતી. આ સાથે ગાંજો ઉગાડીને કોને સપ્લાય કરતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

સામાન્ય ગાંજાથી 100 ગણી વધુ અસર કરે તેવો ગાંજો
હાલમાં પોલીસે ત્રણેય યુવક-યુવતી ગાંજાના બીજ ક્યાંથી લાવ્યા અને ગાંજાની ખેતી કરતા કેવી રીતે શીખ્યા તે મામલે પૂછપરછ કરી રહી છે. પોલીસ મુજબ, આ ગાંજાની ખેતી વિદેશમાં થાય છે. ફ્લેટમાંથી મળેલો આ ગાંજો સામાન્ય ગાંજાથી 100 ગણી વધારે અસર કરે તેવો હતો. સાથે જ તેના ભાવ પણ લોકલ ગાંજાથી ખૂબ વધારે હતો.

આ પણ વાંચો : યુનિવર્સીટી બાદ રિવરફ્રન્ટ પાસેથી મળ્યા ગાંજાના છોડ,અધિકારીએ કહ્યું- “પક્ષીઓની ચરક પડતા આવી વનસ્પતિ(ગાંજો)ઉગી નીકળે”

Back to top button