આખો દિવસ પત્નીને જોઈ શું કરશો, અઠવાડીયામાં 90 કલાક કામ કરો: જાણો કોણે કહી છે આ વાત
નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2025: થોડા દિવસ પહેલા ઈંફોસિસના ફાઉંડર નારાયણ મૂર્તિએ અઠવાડીયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપી તી. નારાયણ મૂર્તિની આ વાત દેશમાં ખૂબ ચર્ચાઈ. આ દરમ્યાન લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસએન સુબ્રમણ્યને પણ કંઈક આવું જ નિવેદન આપ્યું છે. હવે એસએન સુબ્રમણ્યને કહ્યું કે, હરીફ રહેવા માટે કર્મચારીઓએ અઠવાડીયામાં રવિવાર સહિત 90 કલાક કામ કરવું જોઈએ.
કર્મચારીઓના નામ પર એક વીડિયો મેસેજમાં સુબ્રમણ્યને સલાહ આપી છે કે કર્મચારીઓએ અઠવાડીયામાં 90 કલાક કામ કરવું જોઈએ. વીડિયોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, એલએન્ડટી પોતાના કર્મચારીઓને શનિવારે કામ કેમ કરાવે છે. તો તેના જવાબમાં સુબ્રમણ્યને કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મને ખેદ છે કે હું આપની પાસે રવિવારે કામ નથી કરાવી શકતો. જો આપને રવિવારે કામ કરાવી શકું તો મને વધારે ખુશી થશે. કારણ કે હું રવિવારે પણ કામ કરુ છું.
તેમણે આગળ કહ્યું કે, ઘરે રજા લેવાથી કર્મચારીને શું ફાયદો થશે. તમે ઘરે બેસીને શું કરશો? તમે તમારી ઘરવાળીને કેટલો સમય સુધી જોયા કરશો? પત્નીઓ પોતાના પતિને કેટલી વાર સુધી જોયા રાખશે? ઓફિસે જાવ અને કામ કરવાનું શરુ કરો.
એલએંડટી ચીફે એક ચીની સખ્સ સાથે થયેલી વાતચીત લોકો સાથે શેર કરી. સુબ્રમણ્યને આગળ ચીની વ્યક્તિને કહ્યું કે, ચીની લોકો અઠવાડીયામાં 90 કલાક કામ કરે છે, જ્યારે અમેરિકી અઠવાડીયામાં ફક્ત 50 કલાક જ કામ કરે છે.
એલએંડટી ચીફનું આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, હું એલએંડટીમાં કામ કરુ છું અને આપ વિચારી શકો છો કે અમે કેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એક અન્ય યુઝરે લખ્યું કે, સીઈઓ, જેમને બહુ વેતન મળે છે અને જેના પર અલગ અલગ પ્રકારના કામનું પ્રેશર હોય છે, તેઓ ઓછા વેતનવાળા કર્મચારીઓની તુલનાએ પ્રતિબદ્ધતાની આશા કેમ રાખે છે. કંપનીઓ અલગ અલગ પ્રકારના કામ કલાકોમાં કેમ નથી આપતી?
આ પણ વાંચો: Share Market Opening Bell: શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ