ડીસાના માલગઢમાં રોડ પર પડયો ભૂવો, વાહનચાલકો અને રાહદારીઓ ની વધી મુશ્કેલી


પાલનપુર: ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલ ભૈરવધામ મંદિરથી રાધનપુર હાઇ-વેને જોડતો નવો રસ્તો બન્યો છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડીસાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ રૂ. 80 લાખ ઉપરાંતના ખર્ચે માલગઢમાં ભારે વરસાદના પગલે રોડ પર ભૂવો પડતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

રૂ. 80 લાખના ખર્ચે નવો રસ્તો બનાવ્યો છે
ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલ ભૈરવધામ મંદિરથી રાધનપુર હાઇ-વેને જોડતો નવો રસ્તો બન્યો છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડીસાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ રૂ. 80 લાખ ઉપરાંતના ખર્ચે નવો રસ્તો બનાવ્યો છે. રોડને બંને સાઇડે 2 થી 4 ફૂટ સંરક્ષણ દીવાલ કરાય છે. પરંતુ વરસાદી પાણીથી ધોવાણ થતા મોટો ભૂવો પડી ગયો છે. જ્યારે ભારે વરસાદના પગલે નવો રોડ તૂટી જતાં અવર-જવર કરતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો સરકાર આટલી મોટી મોટી ગ્રાન્ટો રોડ બનાવવામાં ફાળવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ અને રસ્તાઓમાં ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાવાળુ બનાવીને મૂકે છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગની ટીમે તાત્કાલીક આ રોડમાં બંને સાઇડે દીવાલ કરી રીપેરીંગ કરવાની ગ્રામજનોની માંગ ઉઠી છે. જો આવનાર સમયમાં આ રોડની સમસ્યા હલ નહી થાય તો મોટી હોનારત સર્જી શકે તેમ છે. જ્યારે મોટી દુર્ઘટના સર્જાશે તો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી રહેશે તેવું માલગઢના ગ્રામજનોએ જણાવ્યું છે.