માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓ દટાયા હોવાની આશંકા
- રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી, જેથી પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય
શ્રીનગર, 2 સપ્ટેમ્બર: માતા વૈષ્ણો દેવીની યાત્રા રુટ પર આજે સોમવારે મોટી દુર્ઘટના સર્જાઇ છે. યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતાં શ્રદ્ધાળુઓ દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને 2થી 3 શ્રદ્ધાળુઓના મૃત્યુના અહેવાલ પણ બહાર આવી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જેથી પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય. વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સતર્ક રહેવા અને રૂટની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવાની અપીલ કરી છે. ભૂસ્ખલનને કારણે યાત્રાના રૂટ પરની હિલચાલ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે, અને સંબંધિત અધિકારીઓને માર્ગ ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
जम्मू-कश्मीर: श्री माता वैष्णो देवी भवन मार्ग पर पंची हेलीपैड के पास भूस्खलन हुआ। भूस्खलन में श्रद्धालुओं के फंसे होने की आशंका है। माता वैष्णो देवी श्राइन बोर्ड लगातार राहत और बचाव कार्य कर रहा है। pic.twitter.com/u4j3GDiJxn
— IANS Hindi (@IANSKhabar) September 2, 2024
J&K | Shooting stones and a landslide have taken place on Shri Mata Vaishno Devi Shrine track. Disaster Management team of Shri Mata Vaishno Devi Shrine Board have reached the spot. More details awaited: CEO of Shri Mata Vaishno Devi Shrine Board
— ANI (@ANI) September 2, 2024
વૈષ્ણો દેવી મંદિર શક્તિપીઠમાંથી એક
વૈષ્ણો દેવી મંદિર દેવી દુર્ગાને સમર્પિત 108 શક્તિપીઠોમાંનું એક છે. જે નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ તીર્થસ્થાનોમાંનું એક છે, ભક્તોની સંખ્યા એક કરોડ સુધી પહોંચે છે. વૈષ્ણો દેવી મંદિર ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાંનું એક છે. વૈષ્ણો દેવી મંદિરનું સંચાલન અને વહીવટ માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. તેના બોર્ડમાં નવ સભ્યો હોય છે.
2023માં 93.50 લાખ લોકોએ દેવીના દર્શન કર્યા હતા
દર વર્ષે લાખો લોકો વૈષ્ણો દેવીના દર્શન કરવા જાય છે. વર્ષ 2023માં વિક્રમી સંખ્યામાં ભક્તોએ વૈષ્ણોદેવીની મુલાકાત લીધી હતી. છેલ્લા દાયકામાં, 2023 માં રેકોર્ડ 93.50 લાખ ભક્તોએ વૈષ્ણો દેવીના દર્શન કર્યા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, જમ્મુના રિયાસી જિલ્લામાં ત્રિકુટ પહાડીઓ પર બનેલા વૈષ્ણો દેવી મંદિરમાં 93.50 લાખ લોકોએ દર્શન કર્યા હતા. અગાઉ 2013માં સૌથી વધુ 93.24 લાખ ભક્તોએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં આ વખતે સૌથી વધુ 93.24 લાખ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરવા આવ્યા હતા.
આ પણ જૂઓ: હેલીકૉપ્ટર ક્રેશ કે બીજું કઈક, આ કારણે ઈરાનના પૂર્વ પ્રમુખ રઈસીનું અવસાન થયું