ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી બે લોકોના મોત, નેશનલ હાઈવે પણ બંધ

Text To Speech

જમ્મુ-કશ્મીર: ચોમાસાની મોસમને કારણે, દેશભરના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાના બનાવો પણ નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ગુરુવારે ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેના કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુવારે બની હતી. જ્યારે રામબન જિલ્લામાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે ભૂસ્ખલન થતા પહાડોના પથ્થરો હાઇવે પર આવવા લાગ્યા. જિલ્લા પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને વહેલી તકે પુન: શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જમ્મુમાં તાવી નદીનું જળસ્તર વધી ગયું છે. એલર્ટ જારી કરતા જમ્મુના ડેપ્યુટી કમિશનરે લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરી છે.

હિમાચલના કુલ્લુમાં વાદળ ફાટ્યું

બીજી તરફ હિમાચલના કુલ્લુ જિલ્લાના આની ખાતે ગઈકાલે રાત્રે વાદળ ફાટવાને કારણે ઘણી દુકાનો અને વાહનો પાણીમાં વહી ગયા હતા. વાદળ ફાટવાની આ ઘટના ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યે બની હતી. વાદળ ફાટવાના કારણે દેવથી પંચાયત અને અની બજારમાં પૂરને કારણે નુકસાન થયું છે. અનીમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જે બાદ શાકમાર્કેટમાં 10 દુકાનો અને ત્રણ કાર ધોવાઈ ગઈ હતી. આ સાથે જ આનીના ગોગરા અને દેવથી ગામમાં પણ અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ગુગરા ગામમાં અનેક મકાનો અને વાહનોને પણ પૂરને કારણે નુકસાન થયું છે.આ ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર બચાવ કાર્યમાં લાગેલું છે.

Back to top button