ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર કર્યો ‘મૂનડાન્સ’, ISROએ શેર કરેલા વિડીયોમાં પ્રજ્ઞાન રોવર ડાન્સ કરતું નજરે પડ્યું

  • લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો વીડિયો ઈસરોને મોકલ્યો
  • વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે
  • રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ડાન્સ કરતું હોય તેવો નજારો જોવા મળ્યો

રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યું છે. આ દરમિયાન લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો એક ફની વીડિયો પણ ઈસરોને મોકલ્યો છે. આ વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે.

લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ડાન્સ કરતું જોવા મળ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર,લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો એક ફની વીડિયો પણ ઈસરોને મોકલ્યો છે. આ વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે, જેનાથી એવું લાગે છે કે તે ચંદ્રની સપાટી પર ડાન્સ કરી રહ્યું છે.આ વીડિયોને શેર કરતાં ઈસરોએ ટ્વીટ કર્યું, ‘લેન્ડર વિક્રમે રોવર પ્રજ્ઞાનને સુરક્ષિત માર્ગ તરફ પરિભ્રમણ કરવાનો વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં એવું લાગે છે કે એક બાળક ચંદમામાના આંગણામાં રમી રહ્યું છે અને તેની માતા તેને પ્રેમથી રમતા જોઈ રહી છે.

રોવર પ્રજ્ઞાન પર લગાવેલા એક સાધને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સલ્ફરની પુષ્ટિ કરી
મહત્વનું છે કે, અગાઉ મંગળવારે એટલે કે,29 ઓગસ્ટ 2023ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ જણાવ્યું હતું કે, રોવર પ્રજ્ઞાન પર લગાવેલા એક સાધને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સલ્ફરની પુષ્ટિ કરી છે. ઇસરોએ એમ પણ કહ્યું કે સાધનમાં અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે. ઈસરોએ કહ્યું, ‘ચંદ્રની સપાટી પર રોવર દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે. રોવર પર લગાવવામાં આવેલા લેસર ઓપરેટેડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) ઈન્સ્ટ્રુમેન્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. અપેક્ષા મુજબ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા હતા. હાઇડ્રોજનની શોધ ચાલુ છે.

આ પણ વાંચો : ISROના વૈજ્ઞાનિકનો ખુલાસોઃ શું કરી રહ્યા છે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન?

Back to top button