ગુજરાત

ગુજરાતમાં વાહનોના પાર્કિગ માટે જમીન ફાળવાશે, ટ્રાફિકની સમસ્યાથી મળશે છૂટકારો

Text To Speech

મોટા શહેરોમાં જગ્યાને અભાવે વાહન પાર્કિંગની સમસ્યા રહેતી હોય છે. જેના કારણે વાહન ચાલકો આડેધડ વાહનો પાર્કિંગ કરતા હોય છે. ત્યારે સરકારે હવે આ સમસ્યા બાબતે ધ્યાન દોર્યું છે. અને સરકાર દ્વારા વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ પાર્કિગ માટે એક ટકા જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાર્કિંગની સમસ્યા થશે હલ

ગુજરાત સરકારે હવે વાહનોના પાર્કિંગને લઈને નવી વ્યવસ્થા કરવા જઈ રહી છે જેના કારણે આડેધડ થતા વાહન પાર્કિંગની સમસ્યા દુર થશે અને વાહનોને પાર્કિંગ માટે સુવિધા મળી રહેશે. શહેરોમાં જગ્યાના અભાવે લોકો રસ્તા પર વાહન પણ પાર્ક કરી દેતા હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે. જેથી આ સમસ્યાનું નિવારણ લાવવા માટે યોજના બનાવવામાં આવી રહી છે.

વાહન પાર્કિંગ-humdekhengenews

ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ જગ્યા ફાળવવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શહેરોના વિકાસ માટે વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહિતના મુખ્ય શહેરોમાં સાધનોમાં વધારો થવાને કારણે તેને પાર્કિંગ કરવાની સમસ્યામાં વધારો થયો છે. જેના કારણે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ વાહનોના પાર્કિગ માટે એક ટકા જમીન ફાળવવામાં આવશે. આ તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા મુજબ જમીન ફાળવવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતમાં મોટાભાગની પરિયોજનાઓ અમદાવાદમાં ચાલી રહી છે, ત્યારે સરકારી વિભાગ દ્વારા પાર્કિગ માટે સુવિધા આપવામાં આવે છે કે નથી આવતી તેના પર નજર રાખી રહ્યું છે.

તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત

રાજ્ય સરકારે શહેર તેમજ નગરોમાં પાર્કિગને સમસ્યાને દુર કરવા તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા મુજબ જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ સરકારે તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા આ નિયમ રહેણાંક તેમજ કોમર્શિયલ દરેક બિલ્ડીંગોમાં લાગુ પડશે. જેથી તમામ શહેરો અને નગરો પાર્કિંગની સમસ્યા હલ કરી શકાશે.

આ પણ વાંચો : વિવાદો બાદ પણ પઠાણ ફિલ્મ કરી શકે છે ધૂમ કમાણી, એડવાન્સ બુકિંગના પહેલા દિવસે જ આટલી ટિકીટો વેચાઈ

Back to top button