
એગ્રિકલ્ચર ઝોનમાં બાંધકામ થઈ ગયું હશે તો ડીપીમાં ઝોન બદલવા વિચારણા કરવામાં આવી છે. જેમાં ઔડાએ નવો ડેવલોપમેન્ટ પ્લાન બનાવવાની કવાયત તેજ બનાવી છે. તથા અત્યાર સુધી એગ્રિકલ્ચર ઝોનના લીધે બાંધકામની મંજૂરી મળતી નથી. તથા રેસિડેન્સિયલ ઝોન કરાશે તો જમીનોના ભાવ વધશે તેવો અંદાજ છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની કવાયત તેજ કરી છે. જેમાં એક મહત્વની એવી જોગવાઈ રાખવાની વિચારણા કરવામાં આવી રહી છે કે જે એગ્રિકલ્ચર ઝોનમાં મોટાપ્રમાણમાં બાંધકામ થઈ ગયું હશે તેને એગ્રિકલ્ચર ઝોનમાંથી રેસિડેન્સિયલ ઝોનમાં તબદીલ કરાશે.
આ પણ વાંચો: સુરત: ચિલ્ડ્રન બેન્કની ચાર કરોડની નોટ ઝડપાઈ, છ લોકોની ધરપકડ કરાઇ
રેસિડેન્સિયલ ઝોન કરાશે તો જમીનોના ભાવ વધશે
આગામી 2024ના વર્ષમાં ડિસેમ્બર માસ સુધીમાં નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવીને જાહેર કરી દેવો જરૂરી છે. જેને લઈને ઔડાએ નવો ડેવલપમેન્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે. ઔડાના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વખત સૌથી મહત્વનો જે ફેરફાર થવા જઈ રહ્યો છે તે એ છે કે જે એગ્રિકલ્ચર ઝોન હશે તેમાં મોટા પાયા પર બાંધકામ થઈ ગયું હશે તો તેનો ઝોન બદલી દેવામાં આવશે. છેલ્લા એક દાયકાથી એક રજૂઆત એવી મળી રહી હતી કે અમદાવાદ આસપાસના બોર્ડરના જે ગામો છે તેમાં ઔડાએ એગ્રિકલ્ચર ઝોન મુક્યો છે. પરંતુ તેમાં ગ્રામપંચાયતની જુની રજાચીઠ્ઠી લાવીને બાંધકામ કરી દેવાયું છે. તો આવા વિસ્તારમાં એગ્રિકલ્ચર ઝોનનો મતલબ રહેતો નથી. આથી આવા એગ્રિકલ્ચર ઝોનને તબદિલ કરી દેવો.
આ પણ વાંચો: GPSSB: ભરતીને તબક્કે પંચાયત વિભાગનો આખો વહીવટ જ ખાડે ગયો, જાણો કેમ
એગ્રિકલ્ચર ઝોન અનેક સ્થળોએ નામ માત્રનો એગ્રિકલ્ચર ઝોન
આવી રજૂઆતોના સંદર્ભમાં ઔડા એવી દલીલ કરતું આવ્યું છે કે 2014ના ડેવલપમેન્ટ પ્લાનમાં રેસીડેન્સીયલ ઝોન એટલે મુકેલો છે કે નવા અને વધારાના બાંધકામની જરૂર જ નથી. પરંતુ સ્થિતિ એવી થઈ કે આવો એગ્રિકલ્ચર ઝોન અનેક સ્થળોએ નામ માત્રનો એગ્રિકલ્ચર ઝોન રહ્યો છે. આ વાત હવે ઔડાના સત્તાધિશોને સમજાઈ જતાં હાલમાં બની રહેલા ડેવલપમેન્ટ પ્લાનમાં તે રજૂઆતોનો પડઘો પડવા જઈ રહ્યો છે. અમદાવાદ આસપાસના મણિપુર, ગોધાવી, તેલાવ, કોલાટ, શેલા, પલોડિયા, વીસલપુર, કાસીન્દ્રા, પાલડી કંકજ, જેતલપુર, ગામડી, બાકરોલ સહિતના અનેક ગામોમાં 2008 પહેલાની રજાચીઠ્ઠીઓ રજૂ કરીને એક દાયકામાં બાંધકામોનો ખડકલો કરી દેવાયો છે. આવા એગ્રિકલ્ચર ઝોનમાં હાલમાં જો મોટાપાયે બાંધકામ થઈ ગયેલું હોવાનું જણાશે તો તેવા ઝોનને રેસિડેન્સિયલ-1 ઝોન કે રેસિડેન્સિયલ-2 ઝોનમાં તબદીલ કરવાની હાલ વિચારણા ચાલી રહી છે. જે અંગે નિર્ણય લેવાયે ડેવલપમેન્ટ પ્લાનમાં તેની
અસર અપાશે.
જમીનોના ભાવો રોકેટ ઝડપ વધશે
હાલ ઔડા હસ્તકના ગામોમાં જ્યાં-જ્યાં એગ્રિકલ્ચર ઝોન છે ત્યાં જમીનોના ભાવ મર્યાદિત છે. કારણ કે ઔડા ત્યાં બાંધકામની પરવાનગી આપતું ન હોવાથી ત્યાં નવી સ્કીમો મુકી શકાતી નથી કે નવું બાંધકામ કરી શકાતું નથી. પરંતુ બાંધકામ થઈ ચૂકેલા છે તેવા એગ્રિકલ્ચર ઝોનને આર-1 કે આર-2 ઝોનમાં તબદીલ કરાશે તો તેવા વિસ્તારોમાં જમીનોના ભાવો રોકેટ ઝડપ વધશે તેવું જાણકારો માની રહ્યાં છે.