ટોપ ન્યૂઝનેશનલ

મધ્યપ્રદેશમાં અકસ્માત થતાં 14 લોકોના મૃત્યુ ,40 ઈજાગ્રસ્ત

Text To Speech

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદને જોડતા નેશનલ હાઈવે 30 પર એક ભયાનક અકસ્માત થયો હતો. ત્રણ વાહનોની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

મધ્યપ્રદેશના રીવામાં ત્રણ વાહનોની ટક્કરથી એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદને જોડતા નેશનલ હાઈવે 30 પર આ અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ, અકસ્માત શુક્રવારે રાત્રે થયો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે બસ જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ સોહાગી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને ટૂનથર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ : જાણો તેમનાં વિશેની અમુક રસપ્રદ વાતો

મધ્યપ્રદેશમાં અકસ્માત થતાં 14 લોકોના મૃત્યુ,40 ઈજાગ્રસ્ત...- huymdekhengenews

રીવાના પોલીસ અધિક્ષક નવનીત ભસીએ માહિતી આપી હતી કે સુહાગી ટેકરી પાસે બસ અને ટ્રોલી વચ્ચે અથડામણને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે 40 ઘાયલોમાંથી 20ને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસપીએ જણાવ્યું કે, બસ હૈદરાબાદથી નીકળી હતી અને ગોરખપુર પહોંચવાની હતી. બસમાં સવાર તમામ લોકો યુપીના રહેવાસી હોવાનું કહેવાય છે.

Back to top button