એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નોકરી માટે જમીન કૌભાંડમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ યાદવના પરિવાર સાથે જોડાયેલા કેટલાક લોકોની રૂ. 6 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મિલકતો જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે.
પરિવારના અન્ય સભ્યો વિરૂદ્ધ નવી FIR દાખલ
એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર અટેચ કરાયેલી મિલકતો પટના અને ગાઝિયાબાદમાં છે. સીબીઆઈએ લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને તેમના પુત્ર તેજસ્વી યાદવ, વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન સામે કેસમાં નવી ચાર્જશીટ દાખલ કર્યાના એક મહિના પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
શું કહે છે સીબીઆઈ ?
સીબીઆઈના જણાવ્યા અનુસાર, નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત કેસમાં તત્કાલિન રેલવે પ્રધાન, તેમની પત્ની, પુત્ર, પશ્ચિમ મધ્ય રેલવે (WCR)ના તત્કાલીન જીએમ, WCRના બે CPO, ખાનગી વ્યક્તિઓ, ખાનગી કંપનીઓ સહિત 17 આરોપીઓ સામે ડેઝિગ્નેટેડ કોર્ટ માં આ બીજી ચાર્જશીટ છે અગાઉ, 18 મે, 2022 ના રોજ, સીબીઆઈએ તત્કાલીન કેન્દ્રીય રેલ્વે મંત્રી અને તેમની પત્ની, બે પુત્રીઓ, અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ સહિત 15 અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો.