નોકરી માટે જમીન કેસઃ CBI સમક્ષ આજે હાજર નહિ થાય તેજસ્વી યાદવ, પત્ની બીમાર હોવાનું જણાવ્યું
CBIએ બિહારના ડેપ્યુટી CM અને RJD નેતા તેજસ્વી યાદવને આજે એટલે કે 11 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. CBIએ તેમને નોકરીના બદલે જમીન કેસ સંદર્ભે સમન્સ પાઠવ્યું છે. એવું કહેવામાં આવે છે કે અગાઉ CBIએ 4 ફેબ્રુઆરીએ પણ સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી હવે તેને વધુ એક સમન્સ પાઠવવામાંમાં આવ્યું છે. જો કે, તેજસ્વીએ આજે CBI સમક્ષ હાજર થવા અસમર્થતા દર્શાવી છે. એવું જાણવા મળે છે કે તેણે તેની પત્નીની તબિયત સારી ન હોવાનું કારણ બતાવ્યું છે. ગઈકાલે જ તેમની ગર્ભસ્થ પત્નીને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પત્ની ગર્ભવતી છે અને 12 કલાકની પૂછપરછને કારણે બીપીની સમસ્યાથી બેહોશ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ મામલામાં દિલ્હી અને બિહારમાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારજનો ઘરો પર દરોડા પાડ્યા હતા. જેમાં લાલુની ત્રણ પુત્રીઓ અને RJD નેતાઓના પરિસરનો સમાવેશ થાય છે. જણાવવામાં આવ્યું છે કે જમીનના બદલે નોકરીના આરોપમાં EDએ આ કાર્યવાહી કરી છે. ED દ્વારા પાડવામાં આવેલા દરોડામાં લાલુ પરિવારના સભ્યોના પરિસરમાં લાલુની પુત્રી રાગિણી યાદવ, ચંદા યાદવ અને હેમા યાદવના નામ સામેલ છે. આ સિવાય જમીનના બદલે નોકરી અને IRCTC કેસમાં લાલુના નજીકના અબુ દુજાનાના પટના, ફુલવારી શરીફ, દિલ્હી-NCR, રાંચી અને મુંબઈ પરિસરમાં EDની એક ટીમ પહોંચી હતી.
આ પણ વાંચો : નોકરીના બદલામાં જમીન કૌભાંડ કેસમાં CBIએ તેજસ્વી યાદવને પાઠવ્યું સમન્સ, આજે થઈ શકે છે પૂછપરછ
લાલુની અગાઉ પૂછપરછ થઈ ચૂકી છે
લાલુ પ્રસાદ યાદવની મંગળવારે CBIની ટીમે નોકરીના બદલે જમીન કેસમાં પૂછપરછ કરી હતી. CBIની ટીમે લગભગ પાંચ કલાક સુધી લાલુ યાદવની પૂછપરછ કરી. RJD સુપ્રીમોને ટીમ દ્વારા લંચ પહેલા બે કલાકથી વધુ સમય સુધી અને તેના પછી લગભગ ત્રણ કલાક સુધી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તે જ સમયે, આ જ કેસમાં સોમવારે લાલુની પત્ની રાબડી દેવીની પટના સ્થિત તેમના ઘરે પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી, IRCTC કૌભાંડ મુદ્દે ડેપ્યુટી CMને નોટિસ
નોકરીના બદલે જમીન કૌભાંડ શું છે?
UPA સરકારમાં રેલવે મંત્રી રહેલા પવન બંસલના ભત્રીજા વિજય સિંગલા પર પણ રેલ્વે ભરતી સાથે જોડાયેલા વધુ એક કૌભાંડનો આરોપ છે. આ કેસમાં પણ CBIએ વિજય સિંગલા સહિત 10 સામે FIR નોંધી છે. આ કેસમાં વિજય સિંગલા પર મની લોન્ડરિંગનો પણ આરોપ છે. 2004 થી 2009 ની વચ્ચે લાલુ પ્રસાદ યાદવ UPA સરકારમાં રેલવે મંત્રી હતા. આરોપ છે કે લાલુ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે રેલવે ભરતીમાં ગોટાળો થયો હતો. એવું કહેવાય છે કે નોકરના બદલામાં અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. CBIએ આ મામલે તપાસ કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપ છે કે જે જમીનો લેવામાં આવી હતી તે રાબડી દેવી અને મીસા ભારતીના નામે પણ લેવામાં આવી હતી.