ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લેન્ડ ફોર જોબ કેસઃ લાલુ પ્રસાદ યાદવ પરિવારને કોર્ટે આપી રાહત

Text To Speech

નવી દિલ્હી, તા. 7 ઓક્ટોબરઃ લાલુ પ્રસાદ યાદવ પરિવારને લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે મોટી રાહત આપી છે. લાલુ પ્રસાદના બંને પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપને દિલ્હીના રાઉ એવન્યૂ કેસમાં સોમવારે કોર્ટે જામીનઆપ્યા હતા. ન્યાયાધીશ વિશાલ ગોગને આરોપીઓને એક-એક લાખ રૂપિયાના જામીન પર રાહત આપી છે. કોર્ટે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આરોપીઓની તપાસ દરમિયાન ધરપકડ કરવામાંઆવી નહોતી. કેસની આગામી સુનાવણી 25 ઓક્ટોબરે થશે.

8 આરોપીઓ કોર્ટમાં થયા રજૂ

જમીનના બદલામાં નોકરી કેસમાં લાલુ, તેજસ્વી, તેજપ્રતાપ સહિત 8 આરોપીઓ કોર્ટમાં રજૂ થયા હતા. જેમાં અખિલેશ્વર સિંહ, હજારી પ્રસાદ રાય, સંજય રાય, ધર્મેન્દ્ર સિંહ અને કિરણ દેવી સામેલ હતા. આ પહેલાં ઈડીએએક પૂરક આરોપ પત્ર દાખલ કર્યુ હતું. જેના આધારે કોર્ટે ત્રણેયને સમન્સ પાઠવ્યું હતું. લાલુ પ્રસાદ યાદવ અને તેના પરિવારના સભ્યો પર રેલવેમાં નોકરીના બદલામાં જમીનના રૂપમાં ગેરકાયદે લાભ લેવાનો આરોપ છે.

શું છે આ કેસ

આ કેસ 2004થી 2009 સુધી લાલુના રેલ મંત્રી તરીકે કાર્યકાળ દરમિયાનનો છે. મધ્યપ્રદેશના જબલપુર સ્થિત રેલવેના પશ્ચિમ મધ્ય ક્ષેત્રમાં ગ્રુપ-ડીની નિમણૂક સંબંધિત આ કેસમાં આરજેડી સુપ્રીમો અને પરિવારજનોએ નોકરીના બદલામાં જમીન મેળવી હોવાનો આરોપ છે.

નીતીશકુમારનું મગજ ઠેકાણે નથીઃ લાલુ પ્રસાદ યાદવ

આ કેસમાં તેજ પ્રતાપ યાદવ પ્રથમવાર કોર્ટમાં રજૂ થયા હતા. રવિવારે લાલુ પ્રસાદ યાદવ તેમની પુત્રી રોહિણી અને મીસા સાથે  દિલ્હી પહોંત્યા હતા. આ દરમિયાન લાલુ વ્હીલચેર પર નજરે પડ્યા હતા. દિલ્હી પહોંચતા જ તેમણે નીતીશકુમારને આડે હાથ લેતાં કહ્યું, તેમનું દિમાગ ઠીક નથી. જે રીતે હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડિયા ગઠબંધનની જીતી રહી છે, તેવી જ રીતે ઝારખંડઅને મહારાષ્ટ્રમાં પણ જીતીશું અને આવી જ રીતે બિહારમાં પણ ઈન્ડિયા ગઠબંધનની જીત થશે.

આ પણ વાંચોઃ PM મોદીએ પોતે લખેલા ગરબાની મધુર પ્રસ્તુતિ માટે પૂર્વા મંત્રીને ધન્યવાદ આપ્યાઃ જૂઓ ગરબો

Back to top button