ઉત્તર ગુજરાત

તારંગા -અંબાજી- આબુરોડ રેલવે લાઇન માટે જમીન સંપાદન પ્રક્રિયા શરૂ

Text To Speech

પાલનપુર: વર્ષોથી લટકી રહેલ તારંગા- અંબાજી -આબુરોડ રેલવે પ્રોજેક્ટને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જેના પગલે હવે રેલવે મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે જમીન સંપાદન કરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેને લઈને મહેસાણા કલેક્ટર કચેરી દ્વારા આ પ્રોજેક્ટ માટે જે તાલુકાના ગામોની જમીન સંપાદન થવાની છે, તે ગામની જમીનોમાં ખરીદ -વેચાણના વ્યવહારો બંધ રાખવા માટે સંબંધિત રજીસ્ટ્રા સબ રજિસ્ટ્રારને સૂચના આપવામાં આવી છે.

રેલવે લાઇન- humdekhengenews

જેમાં તાલુકાના ગામોના સંપાદનના સર્વે નંબરોની જમીનમાં સંપાદન કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી ખરીદ- વેચાણના વ્યવહાર બંધ રાખવુ તેમ જણાવાયું છે. જે તાલુકાના ગામોની જમીન સંપાદન થવાની છે તેમાં ખેરાલુ તાલુકાના ડભોડા, સતલાસણા તાલુકાના આનંદ ભાખરી, વડસમાં, ભાનવાસ, કોઠાસણા મોટા, નવાવાસ, નિંદરડી, રાજપુર (ગઢ) સરતાનપુરા, સતલાસણા, શાહુપુરા, ટીંબા, વજાપુર અને વાવ ગામની કુલ મળીને અંદાજે 90 હેક્ટરથી વધારે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ રેલવે માર્ગ 116.65 કિલોમીટર લાંબો છે. જેમાં 15 જેટલા સ્ટેશન હશે. આ સ્ટેશનોમાં 11 સ્ટેશન ગુજરાતના જ્યારે 4 સ્ટેશન રાજસ્થાનના હોવાનો સમાવેશ થાય છે.

Back to top button