નેશનલ

લાલુ યાદવનું ઓપરેશન સફળઃ રોહિણી પણ સ્વસ્થ, તેજસ્વી યાદવે કર્યુ ટ્વિટ

Text To Speech

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનું આજે સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યુ છે. તેમની પુત્રી રોહિણી આચાર્યે પિતાને કિડની ડોનેટ કરી છે. લાલુ પહેલા રોહિણીનું ઓપરેશન થયુ. લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વિટર પર વીડિયો શેર કરીને જાણકારી આપી છે.

બિહારના ડેપ્યુટી સીએમ અને લાલુ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવે ટ્વિટ કર્યુ છે, પાપાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફલતાપુર્વક થયા બાદ ઓપરેશન થિયેટરમાંથી આઇસીયુમાં શિફ્ટ કરાયા છે. ડોનર મોટી બહેન રોહિણી આચાર્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થનાઓ અને દુઆઓ કામ લાગી છે.

લાલુ યાદવનું ઓપરેશન સફળઃ રોહિણી પણ સ્વસ્થ,  તેજસ્વી યાદવે કર્યુ ટ્વિટ hum dekhenge news

બિહારમાં કાલથી થઇ રહી છે પુજા-અર્ચના

બિહારમાં પૂર્વ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય માટે પૂજા-અર્ચના પણ થઈ હતી. બિહારના મંત્રીઓ અને ધારાસભ્યોએ દાનાપુરના અર્ચના મંદિરમાં પૂજા કરી હતી. આ સિવાય સ્થાનિક લોકોએ હવન કર્યો હતો. દાનાપુરના કાલી મંદિરમાં ધારાસભ્યો અને મંત્રીઓએ જલાભિષેક અને હવન કર્યો હતો. આજે તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ પ્રસાદના સ્વાસ્થ્યને લઈને તેમના ઘરે મહામૃત્યુંજય અને રુદ્રાભિષેક પણ કર્યો હતો.

Back to top button