ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

આરજેડીના નેતાની જીભ લપસતા લાલુ યાદવની પુત્રીના પ્રચારમાં કરી હારની અપીલ

Text To Speech
  • આરજેડી નેતાએ લાલુની પુત્રીને હરાવવાની કરી અપીલ
  • સારણ સીટ પરથી લડી રહી છે ડો. રોહિણી આચાર્ચ
  • આરજેડીના એમએલસી ગુલાબ સિંહની લપસી જીભ

HDNEWS,18 એપ્રિલ: ચૂંટણીનો પ્રચાર વખતે નેતાઓના જીભ લપસવાની ઘટનાઓ બનતી હોય છે. સ્ટેજ પર ભાષણ આપતી વખતે નેતાઓ ક્યારેક પોતાની પાર્ટીની વિરૂદ્ધમાં જ ભાષણ કરતા જોવા મળે છે. ત્યારે હાજર સભામાં પણ ઘડીકવાર કુતુહલનો માહોલ સર્જાતો હોય છે. ભાષણની તક મળતા જ હાથમાં માઈક લઈને ઉત્સાહમાં આવીને કેટલાક નેતાઓ ક્યારેક પોતે શું બોલી રહ્યા હોય છે તેની પણ તેમને ખબર હોતી નથી. પછી જ્યારે ભુલ સમજાય ત્યાં સુદીમાં તો હાજર લોકો પણ વિચારવા લાગતા હોય છે કે નેતાજી કહેવા શું માંગે છે.

આરજેડી નેતાની લપસી જીભ

આવી જ એક ઘટના બિહારમાં લોકસભા ચૂંટણી 2024માં ભાગ લઈ રહેલી લાલુપ્રસાદની પુત્રી રોહીણી આચાર્યના સમર્થનમાં આયોજિત એક સભામાં જોવા મળી હતી. આ સભામાં આરજેડી વિવિધ રાષ્ટ્રીયનેતાગણની સાથે વિશાળ સંખ્યામાં ડો. રોહિણી આચાર્યના સમર્થનમાં જનસંખ્યા ઉમટી પડી હતી. ચૂંટણી પ્રચારના ભાગરુપે આયોજીત આ સભામાં એક પછી એક નેતાઓ રોહિણી આચાર્યને જીતાડવાની અપીલ કરી રહ્યા હતા. આ વચ્ચે જ્યારે આરજેડીના એમએલએસી એવા ગુલાબ સિંહની ભાષણ દરમિયાન જીભ લપસી હતી. જેનું ભાન થતાં તેમણે તરત જ પોતાની વાતને સુધારી લીધી હતી.

‘ભારે મતોથી હરાવો….’- ગુલાબ સિંહની

હાલમાં સારણ સીટથી લડી રહેલી રોહિણી આચાર્ય જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે. ચૂંટણી પ્રચારના ભાગરુપે આયોજીત એક જનસભામાં આરજેડીના ઘણા વરિષ્ઠ નેતાઓ રોહિણી આચાર્યને સભાને જીતની અપીલ કરી હતી.જેમાં આરજેડીના એમએલસી સુનિલ સિંહનો વારો આવતા કહ્યું કે, હું એટલું જ કહેવા માંગીશ કે ડો. રોહિણી આચાર્યને ભારે વોટથી હરાવો…’ સુનિલ સિંહની હરાવવાની વાત સાંભળીને સભામાં હાજર સૌ કોઈ ચક થઈ ગયા હતા. જોકે પોતાની ભુલ સમજાતાં જ સિંહે ફરીથી અપીલ કરતા કહ્યું કે, જે રીતે લોકોનો પ્રવાહ સભામાં ઉમટી પડ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ ભારી મતોથી ચૂંટણી જીતશે.’

આ પણ વાંચો:  ભાજપ પ્રમુખ પાટીલ ભવ્ય રોડ શોને કારણે વિજયમુહૂર્ત ચૂક્યા, હવે આવતીકાલે ફોર્મ ભરશે

Back to top button