લાલુપ્રસાદ અને નીતિશ કુમારની સોનિયા ગાંધી સાથે મુલાકાત, કહ્યું ભાજપ હટાવો અને દેશ બચાવો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. આ દરમિયાન 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષી પાર્ટીઓને એક કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. હકીકતમાં આરજેડી ચીફ લાલુ યાદવ શનિવારે દિલ્હી પહોંચ્યા હતા, જ્યારે નીતિશ હરિયાણામાં રેલીમાં ભાગ લીધા બાદ સીધા દિલ્હી પહોંચ્યા હતા. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, બિહારના સીએમ નીતિશકુમાર અને આરજેડી ચીફને મળ્યા બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે સોનિયાજી સાથે વાત કરી છે, અમારો વિચાર દેશની ઘણી પાર્ટીઓને એક કરવાનો છે અને પ્રગતિ માટે સાથે મળીને કામ કરવાનો છે. તે પછી તેમના પક્ષ પ્રમુખની ચૂંટણી થવાની છે. બેઠક બાદ લાલુ યાદવે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે ભાજપને બિહારમાંથી બહાર મોકલી દીધો છે. હવે તેમનો દેશ છોડવાનો વારો છે. તેમણે કહ્યું કે જો દેશને બચાવવો હશે તો ભાજપને હટાવવો પડશે. તેના માટે આપણે સૌએ સાથે આવવું પડશે. અમે સોનિયા ગાંધી સાથે વાતચીત કરી છે. કોંગ્રેસ પાર્ટીને નવા પ્રમુખ મળ્યા પછી 10-12 દિવસ પછી તેઓએ અમને ફરીથી મળવાનું કહ્યું છે.