‘મારા SMSનો જવાબ આપ’, Sushmita Sen-Lalit Modiની ચૅટ વાયરલ
જ્યારથી સુષ્મિતા સેન અને લલિત મોદીના અફેરના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોની ચર્ચા થઈ રહી છે. સુષ્મિતાની તેમનાથી 10 વર્ષ મોટા લલિત મોદી સાથેની રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ રહી છે. બંને એકબીજાને ઘણા વર્ષોથી ઓળખે છે. જે તેમની જૂની તસવીરો જોઈને ખબર પડે છે. તેમના અફેરના સમાચાર સામે આવ્યા બાદ લલિત મોદીનું એક જૂનું ટ્વિટ પણ વાયરલ થઈ રહ્યું છે.
Okay I commit ????????"@thesushmitasen: @LalitKModi u r too kind:)) however, promises are meant to be (cont) pic.twitter.com/JrgEwC1btR
— Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013
લલિત મોદીની જૂની ટ્વિટ
લલિત મોદીની આ ટ્વીટ 9 વર્ષ જૂની છે. 2013ની વાત છે જ્યારે લલિત મોદીએ સુષ્મિતા સેનને ટ્વિટર પર ટેગ કરીને લખ્યું હતું – ઓકે હું કમિટ કરું છું. તમે ખુબ દયાળુ છો. જો કે, વચનો તોડવા માટે જ હોય છે. કમિટમેન્ટ પુરા કરવામાં આવે છે. ચીયર્સ લવ. અભિનેત્રીએ સ્માઇલી ઇમોજી સાથે જવાબ આપતા લખ્યું gotcha 47!!આ પછી લલિત મોદીએ લખ્યું- મારા SMSનો જવાબ આપો.
ટ્વિટ થયું વાયરલ
આજે વર્ષો પછી જ્યારે બંનેના રિલેશનશિપમાં હોવાની વાત સામે આવી છે ત્યારે આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. યુઝર્સને પણ મજા પડી રહી છે. એક યુઝરે લખ્યું- 2013થી શું ચાલી રહ્યું છે? બીજાએ લખ્યું – 2013 થી લાંબા ગાળાના સંબંધો. એક યુઝરે એન્જોય કરતા લખ્યું – મોદી સાહેબ બરાબર રમ્યા છે. માસ્ટરસ્ટ્રોક. અન્ય વ્યક્તિ લખે છે યોગ્ય વસ્તુઓ થવામાં સમય લાગે છે. જ્યારે બીજાએ લખ્યું- 9 વર્ષ સુધી રાહ જોઈ. યુઝર લખે છે આશા છોડવી ન જોઈએ.
લોકોએ કરી મજાક
હવે સુષ્મિતા સેન અને લલિત મોદી ખરેખર 2013થી ડેટ કરી રહ્યા હતા કે પછી લોકોના અનુમાન ખોટા છે, તેનો સાચો જવાબ આ કપલ જ આપી શકે છે. તેમના સંબંધોના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. લલિત કુમાર મોદી એક બિઝનેસમેન અને આઈપીએલના સ્થાપક રહી ચૂક્યા છે. તે પરિણીત છે, તેની પત્ની મીનલનું 2018માં કેન્સરથી મૃત્યુ થયું હતું.
સુષ્મિતા-લલિતની તસવીરો વાયરલ
સુષ્મિતા સેન અને લલિત મોદીની રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ રહી છે. સુષ્મિતા સેન સાથેની તસવીરો શેર કરીને લલિત મોદીએ સ્પષ્ટ કર્યું કે તેઓ હવે ડેટ કરી રહ્યાં છે.અને આગળ જતા લગ્ન પણ કરી શકે છે. લલિત મોદીએ સુષ્મિતા સેનને પોતાની બેટર હાફ ગણાવી હતી. હજુ સુધી સુષ્મિતા તરફથી આ સંબંધ પર કોઈ પ્રતિક્રિયા આવી નથી.
અમે લલિત મોદી અને સુષ્મિતા સેનને નવી શરૂઆત માટે અભિનંદન પાઠવીએ છીએ.