લાલ હૈ, લાલ હૈ… પાકિસ્તાનના દરેક બજારમાં કેમ લાગી રહ્યા છે આવા અવાજો? જાણો કારણ
- પાકિસ્તાનના લાહોરમાં ‘લાલ હૈ, લાલ હૈ’ ની કેમ બુમો?
- સોશિયલ મિડિયામાં વિડિયો થયો વાયરલ
- શું છે વાયરલ વિડિયોનું રહસ્ય? વાંચો આ અહેવાલ
જો તમે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોરના ફળ બજાર પાસેથી પસાર થાઓ અને ઉનાળાની ઋતુમાં ‘લાલ હૈ, લાલ હૈ’ ની બૂમો સાંભળો તો નવાઈ ન પામતા. આ બુમો તરબૂચ વેચવા માટે ગ્રાહકોને આકર્ષિત કરવા એક ફેરિયાઓના જૂથ દ્વારા પાડવામાં આવે છે. આનાથી લોકોનું ધ્યાન તેમના તરફ આકર્ષિત થાય છે અને ટ્રકોમાના તરબૂચ જલ્દી વેચાય છે.
તરબુચ ભરેલા ટ્રક બહાર ઉભા રહીને આવી રીતે ખાસ સ્ટાઈલમાં બુમો પાડવાવાળા શહઝાદ અને તારિકને લોકોએ ‘તરબુચ બેન્ડ’ નામ આપ્યું છે. બંને છેલ્લા 15 વર્ષથી આ જ રીતે તરબૂચ વેચે છે. ભારતમાં પણ પોતાના ખાસ અંદાજમાં બદામ વેચવાવાળો ફેરિયો ખાસ્સો લોકપ્રિય થયો હતો. તેની સ્ટાઈલ પરથી ‘કચ્ચા બાદામ’ સોંગ પણ તેના અવાજમાં રિલિઝ થયું હતું.
તરબુચ વેચવાવાળા બંને મિત્રોએ મીડિયાને કહ્યું કે, ‘તેઓ જ્યાં જાય છે ત્યાં ગ્રહકોને આકર્ષિત કરવા માટે એક જ પ્રકારની સ્ટાઈલમાં બુમો પાડે છે, ‘લાલ હૈ-લાલ હૈ’. ‘સારી ગાડ્ડી લાલ હૈ’. ‘સારા દાના લાલ હૈ’. આ કારણે તેમના ફળ જલ્દી વેચાય છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ જ ટ્રેન્ડમાં છે. ઘણા બધા લોકો આ વિડિયોને પસંદ કરી રહ્યા છે. જો કે આ વીડિયો ગયા વર્ષનો છે પરંતુ તાજેતરમાં તે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ જ પ્રકારે ‘રસિયો રુપાળો લાઈટબિલ ભરતો નથી’ આ ગીત ગાતા વિજકર્મીના વિડિયોએ ગુજરાતમાં તોફાન મચાવ્યું હતુ.
આ પણ વાંચો: બોસ હોય તો આવો! કંપનીની 25મી વર્ષગાંઠ પર કર્યુ 30 કરોડનું ઈનામ વિતરણ, કર્મચારીઓની પત્ની અને બાળકોને પણ આપ્યા ગિફ્ટ!