ટ્રેન્ડિંગમનોરંજન

વરુણ ધવનના ઘરે લક્ષ્મીજી પધાર્યા, સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબરી

Text To Speech
  • વરુણ ઘવનના ઘરે લક્ષ્મીજીનું આગમન થયું છે. વરુણની પત્ની નતાશા દલાલે 3 જૂન 2024ના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. વરુણ અને નતાશા પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે

4 જૂન, મુંબઈઃ હાલમાં બોલિવૂડ એક્ટર વરુણ ધવનના ઘરમાં ખુશીની લહેર છે. અભિનેતા પિતા બન્યો છે. વરુણ ઘવનના ઘરે લક્ષ્મીજીનું આગમન થયું છે. વરુણની પત્ની નતાશા દલાલે 3 જૂન 2024ના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. વરુણ અને નતાશા પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે. સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ કપલને અભિનંદન આપી રહી છે. દરમિયાન, અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેની પુત્રીના જન્મની સત્તાવાર જાહેરાત પણ કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

વરુણ ધવને 4 જૂન, 2024ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો-કાર્ડ વાળી પોસ્ટ શેર કરી છે, જેમાં તેની પુત્રીના જન્મની માહિતી એનિમેશન ફીચર દ્વારા આપવામાં આવી છે. આ વીડિયોમાં વરુણ-નતાશાનો પાલતુ કૂતરો જોય પોટ એર બલૂનમાં બેઠેલો જોવા મળી રહ્યો છે અને તેની આસપાસ ઘણા ફૂલો શણગારવામાં આવ્યા છે. આ વીડિયોમાં કપલની પુત્રીના જન્મની તારીખ 3 જૂન 2024 લખવામાં આવી છે. આ સાથે તેણે ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો છે અને મીડિયાને પ્રાઈવસી જાળવવા વિનંતી કરી છે.

આ વીડિયો પોસ્ટના કેપ્શનમાં વરુણે લખ્યું છે, મારી પ્યારી બેબી ગર્લ આવી ચૂકી છે. મમ્મી અને બેબી માટે તમારા બધાની શુભકામનાઓ માટે ખૂબ ખૂબ આભાર. હરે રામ, હરે કૃષ્ણ.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

 

સેલેબ્સે પાઠવ્યા અભિનંદન

કપલને આ ખુશીની ક્ષણોમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝે અભિનંદન પાઠવ્યા છે. પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, પરિણીતી ચોપરા, અભિષેક બચ્ચન, સમંથા રુથ પ્રભુ, કરણ જોહર, કુણાલ ખેમુ, દિયા મિર્ઝા, રેમો ડિસોઝા અને મનીષ મલ્હોત્રા સહિત ઘણા સેલેબ્સે વરુણ-નતાશાને અભિનંદન આપ્યા છે. ચાહકો પણ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

કપલે ત્રણ વર્ષ પહેલા કર્યા હતા લગ્ન

3 જૂનની રાતે વરુણના પિતા ડેવિડ ધવને પૌત્રીના જન્મની ઓફિશિયલ જાણકારી આપી હતી. તેમણે મીડિયા સામે કહ્યું હતું કે યસ, બેબી ગર્લ. તેમનો આખો પરિવાર ગઈ રાતે હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ કંગના રણૌતની મંડીથી ‘ધાકડ’ જીત, કહ્યું, આ જીત મોદીજીની છે!

Back to top button