પંજાબના CM ભગવંત માનના ઘરે લક્ષ્મીના વધામણાં: બીજી પત્નીએ આપ્યો દીકરીને જન્મ


- પત્ની ગુરપ્રીતે કૌરે દીકરીને જન્મ આપ્યો, CM ભગવંત માનને પ્રથમ પત્નીથી પુત્ર અને પુત્રી છે
પંજાબ, 28 માર્ચ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરમાં લક્ષ્મીના વધામણાં થયા છે. CM ભગવંત માનની પત્ની ડો.ગુરપ્રીત કૌરે આજે ગુરુવારે પુત્રીને જન્મ આપ્યો છે. જેની જાણકારી મુખ્યમંત્રી ભગવંત માને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર પોસ્ટ શેર કરીને આપી છે. સીએમ ભગવંત માને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “ભગવાને મને દીકરીના રૂપમાં ભેટ આપી છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે.” ભગવંત માને 7 જુલાઈ 2022ના રોજ ડૉ. ગુરપ્રીત કૌર સાથે બીજા લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર CM માનને પિતા બનવા બદલ અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભગવંત માનને પહેલી પત્ની ઇંદરપ્રીત કૌરથી પણ પુત્ર અને પુત્રી છે.
Blessed with baby Girl.. pic.twitter.com/adzmlIxEbb
— Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024
પ્રથમ પત્ની અને બે બાળકો કેનેડામાં રહે છે
સીએમ ભગવંત માન 50 વર્ષની ઉંમરમાં ત્રીજી વખત પિતા બન્યા છે. તેમને તેમની પ્રથમ પત્નીથી 2 બાળકો છે. તેમની પહેલી પત્ની ઇંદરપ્રીત કૌર અને બંને બાળકો કેનેડામાં રહે છે. માન દંપતીએ 2015માં છૂટાછેડા લીધા હતા. ત્યારે આ સમયે, સોશિયલ મીડિયા પર ભગવંત માનને પિતા બનવા પર મોટી સંખ્યામાં લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.
ભગવંત માનના બીજા લગ્ન જુલાઈ 2022માં થયા હતા
ઉલ્લેખનીય છે કે, સીએમ ભગવંત માને 7 જુલાઈ 2022ના રોજ ડૉ. ગુરપ્રીત કૌર સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેની ઉંમરમાં 16 વર્ષનો તફાવત છે. લગ્ન સમારોહ ખૂબ જ સાદગીપૂર્વક રાખવામાં આવ્યો હતો જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત પાર્ટીના ઘણા નેતાઓએ હાજરી આપી હતી.
આ પણ જુઓ: સંકષ્ટી ચતુર્થીએ કરો ગણેશજીને પ્રસન્ન, જાણો શુભ મુહૂર્ત અને ચંદ્રોદયનો સમય