ગુજરાત

ગુજરાતમાં લાખો રેશનકાર્ડ રદબાતલ, ક્યાક તમારું તો નથી થયુ ને…

Text To Speech
  • વર્ષ 2022-23માં બીપીએલ-એનએફએસએના 10,499 રેશન કાર્ડ રદ્
  • બીપીએલ-1, એપીએલ-1, એપીએલ-2 સહિતના વિવિધ રેશન કાર્ડનો સમાવેશ
  • રેશનકાર્ડ સહિતના વિવિધ કિસ્સામાં કુલ 1.16 લાખ રેશન કાર્ડ રદ્

ગુજરાતમાં લાખો રેશનકાર્ડ રદબાતલ થયા છે. જેમાં રાજ્યમાં 3 વર્ષમાં 1.16 લાખથી વધારે રેશન કાર્ડ રદબાતલ કરાયા છે. એક કરતાં વધુ રેશન કાર્ડ સહિતના વિવિધ કિસ્સામાં વર્ષ 2022-23માં 1.62 લાખ વ્યક્તિના નામ રદ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના વિભાગે માહિતી પૂરી પાડી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં ફરીથી આંશિક બદલાવ આવ્યો 

રેશનકાર્ડ સહિતના વિવિધ કિસ્સામાં કુલ 1.16 લાખ રેશન કાર્ડ રદ્

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં એક કરતાં વધુ રેશનકાર્ડ સહિતના વિવિધ કિસ્સામાં કુલ 1.16 લાખ રેશન કાર્ડ રદ્ બાતલ કરાયા છે, જેમાં બીપીએલ-1, એપીએલ-1, એપીએલ-2 સહિતના વિવિધ રેશન કાર્ડનો સમાવેશ થાય છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના વિભાગે આ માહિતી પૂરી પાડી છે. નાગરિક પુરવઠા વિભાગના ડેટા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2020-21માં કુલ 41,770 રેશન કાર્ડ રદ્ કરવામાં આવ્યા છે, જેમાં બીપીએલ-એનએફએસએના 3994, એએવાય 4353, એપીએલ-1ના 2420, એપીએલ-2ના 5, બીપીએલ (નોન એનએફએસએ) 24,330 સહિત અન્ય વિવિધ કેટેગરીના રેશન કાર્ડ રદ્ કરાયા છે, એ જ રીતે વર્ષ 2021-22માં 26,679 અને વર્ષ 2022-23માં 47,890 રેશન કાર્ડ રદ્ બાતલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પિત્ઝા ખાવો છો તો આ સમાચાર ખાસ વાંચો, નહિ તો પસ્તાશો! 

વર્ષ 2022-23માં બીપીએલ-એનએફએસએના 10,499 રેશન કાર્ડ રદ્

વર્ષ 2022-23માં બીપીએલ-એનએફએસએના 10,499 રેશન કાર્ડ રદ્ કરવામાં આવ્યા હતા. વર્ષ 2022-23માં કુલ 1.62 લાખથી વધુ વ્યક્તિના નામ કેન્સલ કરાયા હતા. રેશન કાર્ડ રદ્ થવાના કારણોમાં કાર્ડ ધારકનું સ્થળાંતર થવાના કારણે, એક જ વ્યક્તિના નામનું રેશન કાર્ડ હોય અને એ વ્યક્તિનું અવસાન થાય તેવા કિસ્સામાં, અન્ય રાજ્ય કે જિલ્લા કે તાલુકામાં રેશન કાર્ડ ટ્રાન્સફર કરાવ્યું હોય, અન્ય રાજ્ય કે અન્ય જગ્યાએ કાર્ડ ધરાવતા હોય કે પછી પોતાનું કાર્ડ રદ્ કરાવી પુત્ર અથવા પિતાના રેશન કાર્ડમાં નામ દાખલ કરાવ્યું હોય તેવા સંજોગોમાં કાર્ડ રદ કરવામાં આવ્યા છે.

Back to top button