નેશનલ

કુબેરેશ્વર ધામમાં રૂદ્રાક્ષ માટે લાખો લોકો ઉમટ્યા, 3 હજાર લોકોની તબિયત બગડી, સ્થિતિ બેકાબુ વ્યવસ્થા ખૂટી

મધ્યપ્રદેશના સિહોરમાં કુબેરેશ્વર ધામ ખાતે શરૂ થયેલા રૂદ્રાક્ષ ઉત્સવમાં ભીડ બેકાબૂ બની હતી અને નાસભાગ મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રુદ્રાશ મહોત્સવ શરૂ થાય તેના એક દિવસ પહેલા જ લગભગ 10 લાખ લોકો અહીં પહોંચ્યા છે.

કુબેરેશ્વર ધામમાં રૂદ્રાક્ષ મેળવવા લોકો ઉમટ્યા

મધ્યપ્રદેશ સિહોર જિલ્લામાં સ્થિત કુબેરેશ્વર ધામમાં મોટી સંખ્યમાં લોકો ઉમટી પડતા સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અહી રૂદ્રાક્ષ મેળવવા માટે 2 કિલોમીટર લાંબી લાઇનો લાગી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થઈ છે. તો બીજી બાજુ અહી મોટી સંખ્યમાં લોકો આવતા લોકોની તબીયત પણ બગડી રહી છે. અહી 3000 લોકોની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી છે. તો બીજી તરફ વધતી જતી ભીડ સામે વહીવટીતંત્રે પણ હાર સ્વીકારી લીધી.

કુબેરેશ્વર ધામમાં ભીડ-humdekhengenews

દેશભરમાંથી આવી રહ્યા છે લોકો

જણાવવામાં આવી રહ્યું છે કે રુદ્રાક્ષ લેવા માટે દેશભરના વિવિધ રાજ્યોમાંથી લોકો આવી રહ્યા છે. બુધવારે કુબેરેશ્વર ધામમાં મહાદેવના દર્શન કરવા માટે 2 કિમી સુધીની લાંબી લાઇનો લાગી હતી. આ ભીડને અટકાવવા માટે બનાવાયેલા વાસના બેરિકેડ્સ પણ હવે અપુરતા સાબિત થઇ રહ્યા છે. સાથે જ ભારે ભીડને કારણે કુબેરેશ્વર ધામથી ઈચ્છાવર રોડ સુધી 7 કિલોમીટર લાંબો જામ છે.

3 હજાર લોકો સારવાર હેઠળ

પ્રપ્ત જાણકારી અનુસાર બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં 2 હજારથી વધારે લોકો પહોંચી ચુક્યાં છે. અને ગુરૂવાર બપોર સુધીમાં આંકડો 3 હજારને પાર થઇ ચુક્યો છે. તો બીજી તરફ આટલી મોટી ભીડ ભેગી થવાના કારણે વહીવટી તંત્ર પણ પહોંચી વળે તેવી સ્થિતિમાં નથી.

કુબેરેશ્વર ધામમાં ભીડ-humdekhengenews

કુબેશ્વર ધામમાં રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવે છે

જણાવી દઈએ કે આ કુબેશ્વર ધામમાં 16 થી 21 ફેબ્રુઆરી સુધી દરરોજ 30 કાઉન્ટર પરથી 24 કલાક માટે રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવશે. સાત દિવસમાં લગભગ 24 લાખ રૂદ્રાક્ષનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ પંડિત પ્રદીપ મિશ્રાએ કરી છે. જોકે, પ્રથમ દિવસે જ 10 લાખથી વધુ લોકોના આગમનને કારણે પોલીસ-પ્રશાસનની ચિંતા પણ વધી ગઈ છે.

એક મહિલાનું મોત પણ નિપજ્યું

મધ્યપ્રદેશમાં સિહોરના કુબેરેશ્વર ધામ ખાતે રૂદ્રાક્ષ મહોત્સવના પ્રથમ દિવસે ગુરુવારે ભારે ભીડને કારણે સ્થિતિ બેકાબૂ બની હતી. રૂદ્રાક્ષની ખરીદીના મામલે નાસભાગ જેવી સ્થિતિ છે. એક મહિલાનું મોત થયું હતું. ત્રણ મહિલાઓ ગુમ થઈ છે.

કુબેરેશ્વર ધામમાં ભીડ-humdekhengenews

જાણો આ રૂદ્રાક્ષની શુ છે ખાસિયત

આ રૂદ્રાક્ષ વિશે કહેવામાં આવે છે કે રૂદ્રાક્ષને પાણીમાં પલાળીને પીવાથી તમામ રોગો દુર થાય છે. તેમજ તેના કોઇ ગ્રહદશા, ભુતપ્રેત સહિતની તમામ સમસ્યાઓનું નિવારણ પણ થાય છે. જેથી આ રૂદ્રાક્ષ મેળવવા માટે મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા છે.

આ પણ વાંચો : મહાશિવરાત્રીના મેળામાં કિર્તીદાન ગઢવી દ્વારા પ્રથમ વખત ભક્તો માટે કરાયું ખાસ આયોજન

Back to top button